Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

હળવદમાં ચિલ્ડ્રન યુનિ.દ્વારા તપોવન અને વિદ્યાનિકેતન કેન્દ્રમાં સર્ટીફીકેટ કોર્ષ : રજીસ્ટ્રેશન શરૂ

(હરીશ રબારી દ્વારા) હળવદ તા.૯ : ઉત્ત્।મ બાળકોને નિર્માણ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા હળવદ તપોવન કેન્દ્ર અને વિદ્યાનિકેતન કેન્દ્રમા સર્ટીફીકેટ કોર્ષ માટે જોડાણ આપીને રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરતી યુનિવર્સિટી એટલે ચિલ્ડ્રન યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભ સંસ્કાર આપવાનું કામ તપોવન કેન્દ્ર દ્વારા કરે છે. પ્રત્યેક બાળક મહત્વનું છે  એ ટેગલાઈન સાથે ઉત્ત્।મ બાળક નિર્માણની પ્રક્રિયા તપોવન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા દેશવ્યાપી બને તે માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તપોવન કેન્દ્ર અને વિદ્યાનિકેતન કેન્દ્ર શરૂ કરવામા આવેલ છે ગુજરાતમાં કુલ ૫૪ જેટલા તપોવન કેન્દ્ર છે અને વિદ્યાનિકેતન કેન્દ્ર જુદા જુદા વિસ્તારમાં ચાલુ કરવા કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે જોડાણ પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

હળવદ વિસ્તારમાં પતંજલિ વિદ્યાલય માં તપોવન કેન્દ્ર અને તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાનીકેતન કેન્દ્ર નુ જોડાણ આપવામાં આવ્યું છે આ બન્ને શાળાઓને મોરબી જિલ્લામાં પ્રથમ સ્કુલ તરીકેનુ બહુમાન મેળવ્યું હતું . હળવદ ની જાહેર જનતા માટે કથ્થક નૃત્ય , ચિત્રકલા, ભરતનાટ્યમ , સ્પોકન ઇંગ્લિશ, સંસ્કૃત સંભાષણ જેવા સર્ટિફિકેટ કોર્ષનુ રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે.

(11:32 am IST)