Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દામનગર : પાલિકાનું મુખ્ય બજારોમાં વારંવાર રીપેરીંગ જોખમી : માસિક ૧૫ થી ૨૦ હજાર સામે એક થી દોઢ લાખનો ખર્ચ છતા વારંવાર તૂટફૂટ કેમ?

(વિમલ ઠાકર દ્વારા) દામનગર તા.૯ : દામનગર શહેર ની મુખ્ય બજારો માં પાલિકા તંત્ર નું વારંવાર રિપેરીગ શહેર ના ખોડિયારચોક માં ભૂગર્ભ ગટર અને પાણી ની લાઈન વારંવાર કેમ તૂટી રહી છે?

મહામારી માં ભારે મંદી માં હેમખેમ પસાર કરી દિવાળી જેવા તહેવારો માં થોડી દ્યણી ચહલ પહેલ દેખાવા નું શરૂ થતાં જ પાલિકા તંત્ર દ્વારા દિવસે વારંવાર મુખ્ય ભરચક ચોક માં મોટા ખાડા ઓ કરી પડ્યા રાખવા જોખમી છે તાકીદે ઝડપી રિપેરીગ કરવા શહેરીજનો નો માંગ રિપેરીગ કામો છેલ્લા બે વર્ષ થી ખૂબ મોંદ્યા થઈ રહ્યા છે બે વર્ષ પહેલાં માસિક ૧૫ થી ૨૦ હજાર ખર્ચ ની જગ્યા એ અત્યારે એક થી દોઢ લાખ ખર્ચાય રહ્યા છે છતાં વારંવાર તૂટફૂટ કેમ થાય છે યોગ્ય રિપેરીગ કરાય તે જરૂરી છે બે વર્ષ પહેલાં માસિક ૧૫ થી ૨૦ ના ખર્ચ સામે મોંદ્યવારી બે વર્ષ માં એટલી બધી વધી ગઈ અને માસિક એક થી દોઢ લાખ નો ખર્ચ કરવા છતાં સમસ્યા ઠેર ની ઠેર રહી છે મુખ્ય બજાર માં મોટા ખાડા ઓ ખોદી મુકવા શહેરીજનો અને રખડતા પશુ માટે પણ જોખમી રિપેરીગ ખોડિયારચોક ભરચક શાકમાર્કેટ અને કટલેરી હોજીયરી ના વેપાર થી સતત ચહલ પહલ વાળી બજાર નો મુખ્ય ચોક ની કુંડી તાજેતર માં બે વાર ભૂગર્ભ ગટર કે પાણી ની લાઈન જે કાંઈ લીકેજ હોય તે રાત્રી એ ઝડપી અને યોગ્ય રિપેરીગ કરવું જોઈએ.

(11:47 am IST)