Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જામનગરના ભુમાફિયા જયેશ પટેલના સાગરીત મનાતા ગુજસીટોકના ગુન્હામાં બન્ને ભાઈઓ યશપાલસિંહ અને જશપાલસિંહને રાજકોટ કોર્ટમાં રજૂ કરવા જામનગરથી ખાસ પોલીસ ટીમ રવાના

જામનગરઃભુમાફિયા જયેશ પટેલના સાગરીત મનાતા યશપાલસિંહ અને જશપાલસિંહને કોર્ટમાં રજૂ કરવા જામનગરથી ખાસ પોલીસ ટીમ રવાના થઈ હતી. ગુજસીટોકના ગુન્હામાં બન્ને ભાઈઓ હતા રિમાન્ડ પર. સોમવારે ૧૨ દિવસના રિમાન્ડ પુરા થતા રાજકોટની ખાસ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.જામનગરથી યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાને લઈને ખાસ ટીમ રવાના થઈ હતી.(અહેવાલઃ મુકુુંંદ બદીયાણી,તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:49 pm IST)