Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ધ્રાંગધ્રા પાસે લકઝરી હડફેટે અજાણ્યા પૌઢનું મોત

વઢવાણ,તા. ૯: ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અવારનવાર વાહનચાલકો બેફામ વાહન ચલાવી અકસ્માત ના બનાવો બનતા હોય છે ત્યારે રવિવારે હળવદના કવાડીયા ગામના પાટીયા પાસે ધાંગધ્રા તરફથી આવતી પૂર ઝડપે ટ્રાવેલ્સ ચાલકે ૫૦ વર્ષના અજાણ્યા પ્રૌઢને હડફેટે લેતા  મોત નીપજયું હતુ.ભૂતકાળમાં અનેક લોકોના અકસ્માતના કારણે મોત નિપજીયાના બનાવ બન્યા છે.

ધાંગધ્રા તરફથી આવતી પૂર ઝડપે ટ્રાવેલ્સ ચાલકે એ અજાણ્યા ૫૦ વર્ષ ના પ્રૌઢ ને હડફેટે લેતા પ્રૌઢ ને ગંભીર ઈજા પહોંચતા કમકમાટીભર્યું મોત નિપજયું હતું બનાવની જાણ આજુબાજુના હોટલ માલિકોને થતાં ઘટનાસ્થળે દોડી ની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ને મૃતકની લાશનો કબજો પીએમ માટે મોકલી આપેલ હજુ સુધી ઓળખ ના થતાં  હોસ્પિટલ ખાતે રાખેલ છે પ્રૌઢનો વાલી વારસો મળે હળવદ પોલીસનો સંપર્ક કરવો.

(11:27 am IST)