Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

'સારે જહા સે અચ્છા, હિન્દુસ્તાન હમારા' ગીતની ભેટ આપનાર મોહમ્મદ ઇકબાલની જન્મ જયંતિ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૯: જેમને 'સારે જહા સે અચ્છા, હિન્દુસ્તાન હમારા' ગીત ની ભેટ ભારત ને આપી એવા મહાન કવિ તરીકે જેને આજના દિવસે યાદ કરવામાં આવે છે એ મોહમ્મદ ઇકબાલ ક અલ્લામા ઇકબાલનો જન્મ ૯ નવેમ્બર ૧૮૭૭ના રોજ સત્તરમી સદીમાં ઇસ્લામ સ્વીકારનારા કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબના વંશજમાં થયો હતો. તેમનો જન્મ પંજાબ ના સિઆલકોટ (હાલ પાકિસ્તાનમાં ) થયો હતો આને તેઓ ત્યાંજ સ્થાયી થયા હતા. અરબી, ફારસી અને ઉર્દૂના પરંપરાગત શિક્ષણ પછી, તેઓ એક ઉદાર શિક્ષણનીતિ ની સંગતમાં આવ્યા જેણે તેમના જીવનના સમગ્ર સમયગાળા દરમિયાન તેમના વિચારો અને તેમની કવિતાની રૂપરેખાને વ્યાખ્યાયિત કર્યા. સ્કોટિશ મિશન સ્કૂલમાંથી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરીને, તેમણે ટ્રિનિટી કોલેજમાં જોડાતા પહેલા, ફિલોસોફીમાં એમ.એ. પ્રાપ્ત કર્યું, અને પછીથી બાર-એટ-લોની ડિગ્રી મેળવી. તેમણે પર્શિયાના ડેવલપમેન્ટ ઓફ મેટાફિઝિકસ પર જર્મનીમાંથી ડોકટરની ડિગ્રી મેળવીને તેમની શિક્ષણ લાયકાત વધારી. તેમણે સમયના જુદા જુદા પહેલું પર વિવિધ ક્ષમતામાં કામ કર્યું; તેમણે ફિલસૂફી શીખી, કાયદાનો અભ્યાસ કર્યો, રાજકારણમાં સામેલ થયા, અને બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો. તેમણે ભારતની મહાનતાની ઉજવણી કરતું પ્રખ્યાત દેશભકિત ગીત લખ્યું હતું. તેમને 'સારે જહા સે અચ્છા, હિન્દુસ્તાન હમારા'ના ગીત નરચયિતા તરીકે યાદ કરવામાં આવશે. કિંગ જયોર્જ પાંચમાએ તેને 'નાઈટહૂડ'થી સન્માનિત કર્યા હતા અને ત્યારબાદ તેમને સર મોહમ્મદ ઇકબાલ તરીકે ઓળખાયા.

ઇકબાલે ફારસી અને ઉર્દૂ બંનેમાં તેની કવિતાઓ લખી હતી અને તેનેં પૂર્વના 'કવિ/ફિલસૂફ' તરીકે માનવામાં આવે છે જેમણે મુસ્લિમ ઉમ્માહને સંબોધની ઘણી કવિતાઓ લખી હતી. વહદતુલ વજુદની ફિલસૂફીમાં વિશ્વાસ કર્યો હતો, અને ખુદીની રજૂઆત કરી હતી. ઇકબાલે 'સંપૂર્ણ માણસ'નું સપનું જોયું અને પરમાત્મા સાથે રૂપક સંવાદ પણ કર્યો. તેમની કવિતા નોંધપાત્ર તરીકે આયામ તરીકે ઉભરી આવી જયાં સંદેશ અને કલા એકીકૃત થઈ ગયા અને તેણે રૂપક, પૌરાણિક કથા અને પ્રતીક જેવા મુખ્ય કાવ્યાત્મક ઉપકરણોને ફરીથી રૂપરેખાંકિત કર્યા. તેમણે તેમના કાવ્યસંગ્રહો, અસારાર-ખુદી, રમૂઝ-એ બેખુદી, બાંગ-એ દારા, બાલ-એ જબ્રીએલ, પ્યામ-એ મશ્રિક, જબૂર-એ 'અજમ, જાવેદ નામા, જર્બ-એ-કલીમ અને અરમાખાન આ સમાજ ને આપ્યાછે. ઇંગ્લિશમાં 'ધ રિકન્સ્ટ્રકશન ઓફ રિલીજન્સ થોટ ઇન ઇસ્લામ' નામનું પુસ્તક પણ તેને સમાજ ને ભેટ આપ્યું છે.

(11:26 am IST)