Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વણા પાસેની કેનાલ વારંવાર ઉભરાય છે!

વઢવાણઃ લખતરના વણા પાસે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ લીકેજ હોય અને અવારનવાર છલકાતી હોય ખેતરમાં ક્ષાર આવી જતા ખેડૂતો રોષે ભરાયા છે. કેનાલ કરતા ખેતર નીચા હોય અને કેનાલ તળિયેથીફ લીકેજ હોય સીધા ખેતરમાં ક્ષાર ફુટતા ખેતરમાં પાક નહિ ઉગતા હોવાનું ખેડૂતો કહે છે. લખતરના બજરંગપુરા પાસેથી નીકળતી ધ્રાંગધ્રા બ્રાન્ચમાંથી નીકળતી d3 કેનાલ બજરંગપુરા વણા લખતર સદાદ થઇ લખતર તાલુકાના કેશરીયા ગામ પહોંચે છે આ કેનાલ સંપાદન કરવામાં આવી ત્યારે જમીનની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ કેનાલનું કામ કરવા જે તે વખતે રજુઆત કરી કહેવરાવ્યું હતું ત્યારે અધિકારીઓએ કેનાલમાં કોઇ ક્ષતિ નહિં રહે તેવી બાંહેધરી આપી હતી તેમ છતાં આ કેનાલ ઠેઠેકાણે લીકેજટ હોય અને રસ્તામાં અવારનવાર ઉભરાતી હોય છે (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:24 am IST)