Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

મોરબી સહિતના જિલ્લામાંથી હદપાર કરાયેલ મહિલા સહીત બે આરોપીઓ મળતા અટકાયત

મોરબી સહિતના જીલ્લામાંથી હદપાર કરાયેલ બે આરોપીઓ મળી આવતા પોલીસે બંને આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી મનીષાબેન રમેશભાઈ કોળી (ઉ.વ.૩૫) રહે મહેન્દ્રનગર વાળાને સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ મોરબીના હદપારી કેસ નં ૨૧/૨૦૧૬ તા. ૧૩-૦૨-૧૯ ના હુકમથી મોરબી સહીત પાંચ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ હોય જે કુબેર સિનેમા રોડ પરથી મળી આવતા હદપારી હુકમ ભંગ ગુન્હા સબબ અટકાયત કરી છે

  મોરબી તાલુકા પોલીસે આરોપી દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાલજી ઝાલા (ઉ.વ.૩૬) રહે ભડિયાદ હાલ ભાવનગર બોરતળાવ પાસે વાળાને મોરબીના હદપારી કેસ નં ૧૫/૨૦૧૭ તા. ૨૪-૦૧-૧૯ થી એક વર્ષ સુધી હદપાર હોવા છતાં તે ભડિયાદ પાસેથી મળી આવતા અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:33 pm IST)