Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વર્ગ-૪ના વીજળીના કર્મીની પાસેથી કરોડની સંપત્તિ મળી

એસીબીએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો : વર્ગ-૪નો કર્મચારી હોવા છતાં ઓડી, ફોર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા અને મર્સીડીઝ જેવી વૈભવી કારનો માલિક : રિપોર્ટ

અમદાવાદ, તા. : જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં રહેતા અને બાંટવા પીજીવીસીએલ સર્કલમાં ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં વર્ગ-૪નાં કર્મચારી પાસે તેની આવકનાં પ્રમાણમાં ૮૯.૧૨ ટકા વધુ મિલ્કત હોવાનો કેસ એસીબીએ કર્યો છે. ફરિયાદમાં તેમની પાસે રૂ. કરોડથી વધુની મિલકત હોવાનો ખુલાસો થતાં સરકારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એસીબી દ્વારા સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ દ્વારા અન્ય વ્યકિતઓ અને સગા-સંબંધી મિત્રોનાં નામે મિલકતોમાં રોકાણ અંગેનાં કેસો કરાયાં છે. જેમાં બાંટવા વીજ સર્કલમાં ફરજ બજાવતાં વર્ગ- નાં ઇલેકટ્રીક આસીટન્ટન્ટ ભરતભાઇ સાજણભાઇ ગરચરનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢ એસીબીનાં આસીસ્ટન્ટ ડાયરેકટર બી.એલ.દેસાઇએ તેમની સામે તપાસ રૂ કરી છે. એસીબીએ છેલ્લા પાંચ મહિનાથી તપાસ હાથ ધરી  કેસમાં મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. વર્ગ-૪ના કર્મચારી વિરૂધ્ધ એસીબીએ હાથ ધરેલી તપાસમાં રૂ.,૦૩,૨૨,૫૯૭ ની બેનામી મિલકતો હોવાનું સામે આવ્યું હતું. એટલું નહી,

                     આ કર્મચારી ઓડી, ફોર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા અને મર્સીડીઝ જેવી વૈભવી કારોનો પણ માલિક હોવાનો ખુલાસો સામે આવતાં ખુદ એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. ઉપરાંત તેમના ફોટોગ્રાફનાં આધારે સોનાના ઘરેણામાં પણ રોકાણ કર્યુ હતું તો તેમનાં બેંક એકાઉન્ટમાં રૂ.૬૫,૮૦,૨૦૦ જેવી રોકડ જમા કરાવી હતી. જે પૈકી ૫૬,૨૩,૨૦૦ રૂ.નોટબંધી જાહેર થયાના સમય પછી ફક્ત ત્રણ વર્ષનાં સમયમાં બેંક ખાતામાં જમા કરાવ્યાં હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે હવે એસીબીએ સમગ્ર મામલામાં બહુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(9:31 pm IST)