Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

મોટી ખોખરીની પરિણિતાને જામનગરના સાસરીયાનો સિતમ

ખંભાળીયા, તા. ૯ : હાલ મોટી ખોખરી ગામે વાડી વિસ્તારમાં આવેલા પિયરમાં રહેતી પરિણિતા પ્રાર્થનાબેન સુભાષભાઇ બેરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, તેમના લગ્ન જામનગર હરીયા કોલેજ રોડ, મહાજન આવાસની સામે શ્રીજી કૃપામાં રહેતા સુભાષ ઉકાભાઇ બેરા સાથે થયા હતાં. લગ્ન જીવન દરમ્યાન પતિ સુભાષ, જેઠ વલ્લભ ઉકાભાઇ બેરા, જેઠાણી હેતલબેન, સાસુ ડાયબેન, સસરા ઉકાભાઇ માંડણભાઇ બેરા તમામ સાથે મળી નાની નાની વાતમાં મેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે પરિણિતાની ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ. વી.કે. પોસ્તરીયા કરી રહ્યા છે.

(4:08 pm IST)