Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જુનાગઢના ૪ વર્ષના ઇમાદનું ધોરાજીમાં નાનીના ઘરે ત્રીજા માળેથી પટકાતાં મોત

માતા સાથે રોકાવા આવ્યો'તોઃ કલરકામ ચાલતું હોઇ ખુલ્લી ગેલેરીમાંથી પડી ગયોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૯: જુનાગઢના ઉધીવાડામાં રહેતાં ઇમાદ સાજીદભાઇ ઉધી (ઉ.૪) નામના બાળકનું ધોરાજી મેમણ કોલોનીમાં તેના નાનીમા શહેનાઝબેનના ઘરે પોતાના માતા અસ્ફીનબેન અને નાની બહેન સાથે વેકેશન કરવા આવ્યો હોઇ અહિ તા. ૬ના સાંજે ત્રીજા માળે રમતો-રમતો ગેલેરીમાંથી પડી જતાં ઇજા થતાં ધોરાજી, જુનાગઢ, રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહિ ગત રાતે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ઇમાદ એક બહેનથી મોટો હતો. તેના પિતા સાજીદભાઇ ઇકબાલભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. ત્રીજા માળે કલર કામ ચાલુ હોઇ ત્યાંથી રેલીંગ કાઢી લેવામાં આવી હોઇ ઇમાદ રમતો-રમતો ત્યાં જઇ ચડ્યો હતો અને અકસ્માતે નીચે પટકાયો હતો. લાડકવાયાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. (૧૪.૫)

(1:21 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST