Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ધોરાજીમાં શાંતિ સમિતિની બેઠક મળી

ધોરાજી,તા.૯: સુપ્રીમ કોર્ટ દ્વારા  રામ મંદિર વિષયક ચુકાદો અંગે વિવિધ ધર્મના લોકો વચ્ચે ખોટી ગેરસમજ કે અશાંતિ ન સર્જાઈ તે માટે ધોરાજી પોલીસ મથકે એ.એસ.પી. સાગર બાગમાર અને પોલીસ ઇન્સપેકટર વિજય જોષી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. ધોરાજી ના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ સૌને આવકારતા જણાવેલ કે ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ભાઈચારો જળવાઈ રહે તે ભાવનાથી શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે આ સાથે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા શહેર ભાજપના અગ્રણી વી ડી પટેલ મુસ્લિમ સમાજમાંથી હાજી ઇબ્રાહીમ ભાઇ કુરેશી વિગેરે અગ્રણીઓએ પોતાનો વ્યકિતગત અભિપ્રાય આપ્યો હતો બેઠકમાં ડી. એલ. ભાષા, પૂર્વ નગરપતિ વી. ડી. શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઈ ટોપિયા, ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, શિક્ષણ અને સરકારી વકીલ કાર્તિકેય ભાઈ પારેખ ધોરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા નગીનભાઈ વોરા તેમજ મુસ્લિમ સમાજના હાજી ઈબ્રાહીમભાઈ કુરેશી,બાસીતભાઈ પાનવાલા, અબ્દુલભાઇ નાલબંધ,રઝાકભાઈ દ્યોડી, સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધોરાજી શહેરના વિવિધ જ્ઞાતિઓના આગેવાનો રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:21 pm IST)
  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST