Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અંદરપા

ટંકારા, તા. ૯ : તાલુકા ભાજપ સંગઠનની મીટીંગ આરોજ યોજાયેલ. તેમાં સંગઠનના હોદેદારોની વરણી કરણી કરાયેલ.

સંગઠનની મીટીંગમાં ચૂંટણી અધિકારી પ્રશાંતભાઇ વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા, મહામંત્રી હીરેનભાઇ પારેખ, પ્રમુખ નથુભાઇ કડીવાર, પ્રવિણભાઇ લો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. તેમજ ટંકારા તાલુકા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહેલ.  પ્રમુખ, મહામંત્રીની ચૂંટણી વિધિવત કરાયેલ. ચૂંટણી ફોર્મ ભરાયેલ તથા હોદેદારો દ્વારા ટેકો જાહેર કરાયેલ.

સંગઠન મીટીંગમાં ભવાનભાઇ ભાગીયા, પ્રભુલાલ કામરીયા, દિનેશભાઇ વાઘરીયા, માજી સરપંચ કાનાભાઇ ત્રિવેદી, યુવા ભાજપના ભાવિનભાઇ સેજપાલ, બળવંતભાઇ કોટડીયા વિગેરે ઉપસ્થિત રહેલ.  ટંકારા તાલુકા ભાજપના હોદેદારો પ્રમુખ કિરીટભાઇ અંદરપા, મહામંત્રી સંજયભાઇ ભાગીયા , મહામંત્રી રૂપસિંહ ઝાલાને ચૂંટણી અધિકારી શ્રી પ્રશાંતભાઇ વાળાએ ચૂંટાયેલ જાહેર કરેલ. જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તથા પૂર્વ પ્રમુખ નથુભાઇ કડીવારે શુભેચ્છા પાઠવેલ.

(1:17 pm IST)