Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બાબરા કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન યોજાયુ

બાબરામાં જુના સર્કિટ હાઉસ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસનું એક સ્નેહમિલન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ યોજાયું હતું જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેઠળિયા,નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાલ,મનસુખભાઇ પલસાણા,પ્રભાતભાઈ કોઠીવાલ,બાબુભાઇ કારેટિયા,હરેશભાઇ શિયાણી,દિલીપભાઈ ખાચર,કુલદીપભાઈ બસિયા,સહિતના નગરપાલિકાના અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:15 pm IST)