Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બાબરા તાલુકામાં સિંહના આંટાફેરાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી

વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સિંહને પાંજરે પુરવામાં આવેઃ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વન વિભાગને પત્ર પાઠવી રજુઆત

બાબરા, તા.૯: બાબરામાં રેવેન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીના આટાફેરાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે કારણ હાલ ખેતરોમાં ખેતી પાકની સીઝન પુરપાટમાં છે જેનું રક્ષણ અને રખોપુ કરવા ખેડૂતો અને શ્રમિકો રાત ઉજાગરા કરી રહ્યા છે તેવા સમયે બાબરા પંથકમાં વન્ય પ્રાણી સિંહના આટાફેરા વધતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.ઙ્ગ

ત્યારે લાઠી બાબરાના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજયના વનમંત્રી અને વનવિભાગને પત્ર પાઠવી સિંહનું લોકેશન તાત્કાલિક અસરથી શોધી પાંજરે પુરી ખેડૂતોને ભયમાંથી મુકત કરવા માંગણીઓ કરી છે

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના વનવિભાગની કામગીરી પર પણ સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે વન્ય પ્રાણીની જાળવણી અને રક્ષણ માટે રાજય સરકાર દ્વારા લખલૂટ ખર્ચો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓ જંગલ બહાર રેવેન્યુ વિસ્તારમાં કેમ પહોચી જાય છે બાબરા તાલુકામા ભૂતકાળમાં પણ દીપડા પણ જોવા મળ્યા છે આ રીતે વન્ય પ્રાણી જંગલ બહાર નીકળીજાય એ વન વિભાગની બેદરકારી સાબિત કરે છેઙ્ગ

ઙ્ગ ત્યારે બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારના કરીયાણા,તાઈવદર,ખાખરીયા સહિતના સિમ વિસ્તારમાં સિંહના સગડ મળ્યા છે તેમજ સિંહના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહયા છે પણ હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ નક્કરઙ્ગ કાર્યાવહી કરવામાં આવી નથી આ વન્યપ્રાણીઓ ખેડૂતોના માલઢોર અને જાનમાલ ને નુકશાન કરે તે પહેલાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વન વિભાગને પત્ર પાઠવી રજુઆત કરેલ છે.

(1:15 pm IST)