Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બાબરાના પંચાળ પંથકમાં સિંહોના ધામાથી વનવિભાગ દ્વારા દોડધામઃ ખાખરીયા ગામની સીમમાં ભેંસનુ મારણ કર્યુ

બાબરા, તા.૯: બાબરાના પંચાળ પંથકમાં છેલ્લા બે દિવસથી સિંહ આવ્યા સિંહ આવ્યાની વાતો વહેતી થઈ હતી , વનવિભાગ દ્વારા રાત્રીના પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ગઈરાત્રિના બાબરાના કરીયાણા અને તાઇવદર ની સીમ વચ્ચે આવેલ કાળુભાર નદીના પટમાં એક સિંહ તેમજ એક સિંહણ અને એક સિંહ નુ બચુ જોવા મળ્યું હતું અને ખાખરીયા ગામની સીમમાં એક ભેંસ નુ મારણ કર્યુઙ્ગ એવા આયુ વેગ સમાચાર પ્રસરી જતા વનવિભાગ દ્વારા આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે કરીયાણા તાઇવદર ખાખરીયા પંથકની સોમો મા આ જનાવરો જોવા મળીયા હતાઙ્ગ રાત્રે ના સીમ અનેઙ્ગ વાડી વિસ્તારમાં રહેતા લોકો પાસેઙ્ગ વનવિભાગ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી એ આધારે સીમ વિસ્તારમાં તપાસ કરતા સિંહના પંજાનાઙ્ગ નિશાન મળી આવ્યા હતા જેથી કરી વન વિભાગ વધુ સતર્ક બની ગયો છે અને સિંહોનાં સગડ મેળવવા પંચાળ પંથકમાં આવેલા વિડો અને વાડી વિસ્તાર મા તપાસ ચાલુ કરી છેઙ્ગ સિંહ આવ્યા ની વાતો વાયુવેગે પ્રસરી જતા ગઇકાલે રાત્રીના કરીયાણા તાઇવદર અને ખાખરીયા વિસ્તારમાં સિંહઙ્ગ ઙ્ગપ્રેમીઓના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા પણ મોડી રાત સુધી લોકોએ તમામ વિસ્તારો ખુંદી નાખ્યા હતા છતાં પણ સિંહના કોઈ વાવડઙ્ગ ઙ્ગમળ્યા નોતાઙ્ગ ઙ્ગતેમજ આજ સવારથી સિંહોના પંજાનાઙ્ગ ફોટા તેમજ ત્રણ સિંહો ના ફોટા વાઇરલ થયા હતા જેથી કરી આ જ આખો દિવસ ચર્ચાનો વિષય રહ્યો હતો બાબરા વનવિભાગના અધિકારી મોરડીયા ભાઈ જણાવવાનું કે સિહો આવ્યા છે એ વાતોઙ્ગ ખેડૂતો પાસેથી જાણવાઙ્ગ મળી રહી છે પરંતુ જે સિંહોના પંજાબ મળ્યા છે તે સત્ય હકીકત માં સિંહ ના પંજા છે કે અન્ય કોઈ પ્રાણી ના તે અંગે તપાસ હાથ ધરી છે પંચાળ પંથકમાં સિહો ના ધામે લઈ ખેડૂતોએ પોતાનાઙ્ગ માલઢોર ને સગેવગે કરી નાખ્યા છે જેથી કરી સિંહ માલઢોર નેઙ્ગ કોઈ નુકસાન ન પહોંચાડે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલા વાડી ખેતર ના માલિકોને જણાવ્યું છે કે જો એમને વાડી ખેતરોમાં કોઈપણ પ્રકારના અર્થીંગ મેં કયા હોય તો કાઢી નાખવા તેવી સૂચના આપવામાં આવી છે.

(1:14 pm IST)