Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બાંટવાના વીજ કર્મચારી પાસે છે ઓડી, મર્સિડીઝ જેવી લક્ઝુરીયર્સ કાર :ACBએ ગુનો નોંધી તપાસ હાથ ધરી

વર્ગ-4ના કર્મચારી ભરત સાજણભાઇ ગરચર પાસે લકઝરીયસ કાર અને સગા સબંધીના નામે પ્રોપર્ટી ખરીદી ??

જૂનાગઢના બાંટવામાં, વેરાવળમાં રહેતા અને બાંટવા પીજીવીસીએલમાં ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં વર્ગ-4નાં કર્મચારી પાસેથી આવક કરતા વધુ સંપત્તિ હોવાનું પકડાયું છે, આવક કરતા તેમની પાસે 89 ટકા વધુ સંપત્તિ હોવાનો એસીબીએ કેસ દાખલ કર્યો છે, તેની પાસેથી એક કરોડ રૂપિયા કરતા વધુ કિંમતની સંપત્તિ મળી આવી છે, એક સામાન્ય પગાર પર નોકરી કરતા સરકારી કર્મચારી પાસેથી આટલી મોટી રકમ મળી આવતા એસીબી પણ ચોંકી ગઇ છે.

  એક સામાન્ય વર્ગ-4ના કર્મચારી ભરત સાજણભાઇ ગરચર પાસે ઓડી, મર્સિડીઝ, ફોર્ચ્યુનર અને ઇનોવા જેવી મોંઘી ગાડીઓ મળી આવી છે, આ કર્મચારીએ તેના સગા-સંબંધીઓના નામે પણ પ્રોપર્ટી ખરીદીને મુકી રાખ્યાંનું જાણવા મળ્યું છે.

તેમની પાસે મોટા પ્રમાણમાં સોનું હોવાનું પણ એસીબી તપાસમાં જાણવા મળ્યું છે, ભરતભાઇના બેંક એકાઉન્ટમાં 65 લાખ રૂપિયા મળી આવ્યાં છે, ત્યારે હાલમાં તો એસીબીની તપાતમાં આ કર્મચારી પાસે હજુ વધુ સંપત્તિ હોવાનું સામે આવશે.

(1:13 pm IST)