Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જેતપુર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ ખેત જણસીઓના નુકશાનીનું વળતર ચુકવવા ચેરમેન દિનેશભાઇ ભુવા દ્વારા સરકારમાં રજુઆત

નવાગઢ, તા. ૯ :  રાજકોટ તા.૯ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા માર્કેટ યાર્ડની વિકાસશીલ કમીટીના ચેરમેન  દિનેશભાઇ ભુવા તથા વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયાના નેતૃત્વથી સૌરાષ્ટ્રના ત્રીજા નંબરના ગણાતા જેતપુર માર્કેટ યાર્ડના બજાર વિસ્તાર તેમજ આસપાસના તાલુકાઓમાં ચાલુ વર્ષે સારા વરસાદને લીધે તમામ ખરીફ પાકોનું સારુ એવું ઉત્પાદન થઇ શકે તેમ હતું. પરંતુ છેલ્લા એક માસમાં અવારનવાર કમૌસમી વરસાદ તેમજ 'કયાર'અને 'મહા'વાવાઝોડાની અસરને લઇને ખુબ અતી પ્રમાણમાં કમૌસમી વરસાદ થતા જેતપુર તાલુકાના ખેડૂતોના ચોમાસુ પાક કપાસ, મગફળી, તલી તેમજ વિગેરે જણસીઓનું ખૂબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. તેમજ પશુઓ માટેનો સુકો દ્યાસચારો કમૌસમી વરસાદથી સંપૂર્ણ નાશ થતા પશુઓ માટે દયનીય પરિસ્થિતિ ઉદભવી છે.

મહા વાવાઝોડાની અસરને લઇને જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવાએ ખેડૂતોની ખેત જણસીઓનો ઉત્પાદન થયેલા પાકેન બચાવવા ખેડૂતભાઇઓ, વેપારીભાઇઓ, કમીશન એજન્ટભાઇઓ તેમજ કર્મચારી સ્ટાફ સાથે સતત લાઈઝનમાં રહી તમામ જણસીઓની બે દીવસ આવકો બંધ કરી તેમજ યાર્ડમાં રહેલ જણસીઓને સહી સલામત સ્થળે ખસેડી તમામ જણસીઓને નુકશાનીમાંથી બચાવી લીધેલ. વાતાવરણમાં હાલ ફેરફારો જણાતા આજથી તમામ જણસીઓની આવકો ખુલ્લી મુકેલ છે. ખેડૂતોની મુખ્ય જણસી કપાસ અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ હોઇ ખેડૂતો કપાસના પાકને બચાવવા રાત-દિવસ તનતોડ મહેનત કરી, પુષ્કળ ખર્ચા કરી રહયા છે ત્યારે ખેડૂતોને આ આર્થિક સંકટોમાંથી બચાવવા ચેરમેશ્રીએ જેતપુર તાલુકાના જે ખેડૂતોએ વિમા કંપનીને નુકશાની સામે વળતરના ફોર્મ ભરાવેલ છે તેમજ જે ખેડૂતો ફોર્મ ભરી શકયા નથી તેઓને પણ નુકશાનીનું સંપૂર્ણ વળતર ચુકવવા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય કૃષિ મંત્રી, રાજય કૃષિ મંત્રીશ્રી, કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા તથા રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને લેખીત રજુઆતો કરેલ છે.

વધુમાં ચેરમેનશ્રીએ જણાવેલ કે, હાલની પરિસ્થિતિમાં ખેડૂતો પોતાની જણસીઓને વ્યવસ્થિત સુકવી અને ગ્રેડીંગ કરીને વાહનોમાં પાલ ભરી માર્કેટ યાર્ડમાં લઇ આવવા અનુરોધ કરેલ છે. જેથી કરીને જણસીઓનો બગાડ થાય નહી અને પુરતા પોષણક્ષમ ભાવો મળી રહે. હાલ રોજના ૨૦૦ થી ૨૫૦ વાહનો કપાસના પાલ ભરીને ખેડૂતો આવે છે. જેમાં અન્ય માર્કેટ યાર્ડોની સાપેક્ષમાં ઉચા ભાવોથી દરરોજ નીકાલ કરવામાં આવે છે.

(1:09 pm IST)