Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની કરણી સેનાના પ્રદેશ સંગઠનમંત્રી પદે વરણી

બોટાદ, તા. ૯ : રાજપૂત યુવા સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જે ભારતભરમાં કાર્યરત છે અને ક્ષત્રિઓ-રાજપૂતો અને હિન્દુત્વ માટે તથા ગૌરક્ષા માટે લડી રહી છે. આ મહા સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી સુખદેવસિંહ ગોગામેડી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજશેખાવતજી દ્વારા ભારતભરમાંથી ક્ષત્રિય રાજપૂતોનું મહાસંગઠન કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજશેખાવતજી દ્વારા બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવેલ છે.

નિમણૂંક માટે સામતભાઇ જેબલીયાનો મો. ૯૮ર૪૩ ૯૦૧૩૩ ઉપર અભિનંદન મળી રહી છે. સામતભાઇ જેબલીયા અનેક સામાજીક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઇ સામાજીક-ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ બોટાદ શાહેર-જીલ્લા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ તેમજ સૂર્યસેના સુપ્રિમો તેમજ અ.ભા. સર્વદલી ગૌરક્ષા મહા અભિયાન સમિતિ કિશાન મંડળ દિલ્લીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજયના ઉપાધ્યક્ષ તરીકેની બેવડી જવાબદારી સંભાળી માનદ્ સેવા આપે છે.

(12:02 pm IST)