Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ભાવનગરમાં ડી.આર.એમ. સાથેની બેઠકમાં સાંસદ નારણભાઇની ધારદાર રજુઆત

અમરેલી સંસદીય વિસ્તારના રેલ્વેને લગતા પ્રશ્નો માટે

અમરેલી તા ૯  : અમરેલી સંસદીય વિસ્તારના રેલ્વે વિભાગના વિવિધ પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે તે હેતુથી આજ તા. ૮ નવેમ્બરના રોજ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ ભાવનગર રેલ્વે ડીવીઝન ખાતે ડી.આર.એમ. શ્રી ગોૈસ્વામી અને રેલ્વેના અધિકારીઓ સાથે બેઠક કરી ધારદાર રજુઆત કરેલ હતી. આ તકે સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી શ્રછ જયસુખભાઇ સાવલીયા, ભાજપ આગેવાનો શ્રી બી.એમ. ચોવટીયા, શ્રી જીવણલાલ વેકરીયા અને શ્રી મુકેશભાઇ ધાનાણી ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં સાસદશ્રીએ ખીવડીયા-અમરેલી-ધારી-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઇનને બક્ષ્રોડગેજમાં પરીવર્તન કરવા માટે સત્વરે ટેન્ડર પ્રક્રિયા થઇ શકે તેમ માટેની કાર્યવાહી કરવા તથા ઢસા-ખીજડીયા-વડીયા-લણીધાર-જેતલસર રેલ્વે લાઇનના ચાલી રહેલ કામોસત્વરે પૂર્ણ થાય તે હેતુથી બંજે એજન્સીઓને કડક સુચનાઓ આપવા તથા સતત નીરીક્ષણ રાખવા રજુઆત કરેલ હતી.

ઉપરાંત સાંસદશ્રીએ અમરેલી શહેરના ફાટક નં.૨૨ (લીલીયારોડ), ફાટક નં.૨૩ (ચક્કરગઢ રદડ) ફાટક નં.૨૪ (સાવરકુંડલા-અહહમરેલી રોડ) અને સાવરકુંડલા શહેરના ફાટક નં. ૬૧,૬૪ અને ૬૬ નીચે અંડર બ્રીઝ બનાવવા માટેની કાર્યવાહી કરવા તથા અમરેલી તાલુકાના માળીયા ગામ પાસે આવેલ ફાટક નં.૩૫ ની પહોળાઇ વધારવા માટેની કામગીરી  સત્વરે પૂર્ણ થાય તે માટે ધારદાર રજુઆત કરેલ હતી.

સાંસદશ્રીની રજૂઆત અન્વયે ડી.આર.એમ.શ્રીએ જણાવેલ હતું કે, અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલ રેલ્વે ક્રોસીંગ પર આર.ઓ.બી. બનાવવાનું કામ મંજુર થયેલ છે. જેનું કામ સત્વરે ચાલુ થાય તે માટેના પ્રયત્નો ચાલી રહયા છે તથા સાવરકુંડલા બાયપાસ ઉપર આવેલ રેલ્વે ક્રોસીંગ પર આર.ઓ.બી બનાવવાના કામે નાણાંકીય જરૂરીયાત વધુ હોવાથી તેની રીવાઇઝ દરખાસ્ત તૈયાર કરી સરકારશ્રીમાં મંજુરી અર્થે મોકલેલ છે. ઉપરાંત ખીજડીયા-વિસાવદર રેલ્વે લાઇનનું કામ સત્વરે ચાલુ થાય અને ઢસા જેતલસર રેલ્વે લાઇનનું કામ સત્વરે પૂર્ણ થાય તેવા રેલ્વે વિભાગ પ્રયત્નો કરી રહયું છે અને અમરેલી શહેર તથા સાવરકુંડલા શહેરમાં વિવિધ એલ.સી. ઉપર આરફયુ.બી. અને તે માટેની કાર્યવાહી ચાલી રહી છે.

(12:00 pm IST)