Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ધોરાજી વિજ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજી, તા. ૯ : ધોરાજી જીઇબીના કર્મચારીઓએ આજે એ.જી. એન્જીનીયર જે.એ. ગોસાઇને ધોરાજીના જીઇબીયા અને એ.જી. વિકાસના તમામ કર્મચારીઓએ ગુજરાત ઉન વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓ અને અધિકારીઓની સામૂહિક હકો જેવા કે સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવા પાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રીલ ર૦૧૬થી ચૂકવા જીએસઓ જ મુજબ સ્ટાફની ભરતી કરવી હ ાલની મેડીકલ સ્કીમ સુધારવી, નોન ટેકનીકલ કેડમા સીધી ભરતી બંધ કરવી સહિતની માંગણીઓને લઇને ૭-૯-૧૮થી બે વર્ષથી સકારાત્મક નહી આપવા આખરે ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એશો. દ્વારા સંયુકત લડત કરવાની તેમજ આગામી ૧૪મીઅ માસ સીએલ પણ ૩૦ હજાર કર્મચારીઓએ મુકી છે.

આ અંગે ધોરાજીના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપેલ છે. જેમાં જણાવેલ કે વાવાઝોડા, ભૂકંપ અને પૂરની પરિસ્થિતિમાં કર્મચારીઓ શ્રેષ્ઠ કામગીરી કરી લોકોના અને સરકારના દિલ જીતી લીધા હતાં જેથી પડતર માંગણીઓ અંગે યોગ્ય કરવા ધોરાજીના વિજ કર્મીઓ પી.એમ. સાવલીયા, , જીઇબીના સેક્રેટરી જે.એલ. અમૃતીયા જીબીઆના ઝોનલ સેક્રેટરી તેમજ આર.એમ. રાદડીયા, એચ.એમ. સુવા, એસ.એસ. માવાણી તેમજ વિશાળ સંખ્યામાં કર્મચારીઓ હાજર રહેલ હતા.

(11:57 am IST)