Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જસદણનાં સાણથલી ગામની પ્રસુતાને સરકારી ખીલખીલાટ વાહને રસ્તે રઝળાવીઃ રોષ

જસદણ, તા., ૯: તાલુકાના સાણથલી ગામમાં રાજય સરકારની સ્વપ્નશીલ કામગીરીની આદર્શ અને લોકોને સેવા આપવાની ઝંખનાને ઝાંખપ આપતી કામગીરીનો એક નમુનો જોવા મળ્યો છે. આ ઉપરાંત જસદણ સરકારી હોસ્પીટલની બેદરકારી પણ દેખાઇ છે.

ગત ૭-૧૧ના રોજ મધ્યપ્રદેશથી મજુરી (રોજગારી) માટે આવેલા મહેશભાઇ અજનાર તેમના પત્ની અને પરીવારના સભ્યો સાથે સાણથલી ગામમાં આવેલ છે. જે મહેશભાઇ અજનારના પત્ની સંગીતાબેનને તા.૭-૧૧ના રોજ જસદણ સરકારી હોસ્પીલમાં ડીલવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી હોસ્પીટલના ફરજ પરના તબીબ દ્વારા દર્દીને પુછયા વગર અને અચાનક જ ડીસ્ચાર્જ વાઉચર સાથે નર્સબેન આવીને તમને રજા આપી દેવામાં આવી છે અને બીજા એક ડીલવરીના કેસને મુકવા જવાનું હોવાથી આ દર્દીને પણ રજા  ફરજીયાત આપીને 'ખીલખીલાટ'માં સાણથલી રવાના કરી દેવાયા હતાં.

આ ખીલખીલાટના કેપ્ટન (ડ્રાઇવર) દ્વારા સાણથલી ગામનાં રામદેવપીર મંદિર પાસે, હાઇવે ઉપર આ ડીલવરીનાં પેશન્ટને નોંધારા છોડીને જતા રહ્યા હતા. આ ખીલખીલાટ વાનમાં આ પેશન્ટ (૧-દર્દી અને તેમના ૧ રીલેટીવ) તેમનાં પતિએ અન્ય ૧ ને પ્રાઇવેટ વાહન બાંધીને આવી જશે કહેવાયું હતું જેથી અજાણ્યા (એમ.પી.) નાં હોવાથી વાહન મેળવવામાં મોડું થતા ખીલખીલાટનાં કેપ્ટન દ્વારા રસ્તા ઉપર રજળતા તાજા જન્મેલા બાળક અને તેમની માતાને ખુલ્લામાં છોડી જતા રહ્યા હતા એકાદ કલાક સાણથલી ગામનાં સેવાભાવી લોકોના ધ્યાનમાં આવતા માનવતા જાગી ઉઠી હતી અને ડીલવરી પેશન્ટ જેને ડીલીવરી બાદ ૧૦ થી ૧પ કલાકમાં જ ડીસ્ચાર્જ કરી હતી જે બિલકુલ અટપટી હોવાથી પીડાતી મહિલાને છકડો રીક્ષામાં ગામમાંથી ગાદલા લઇને પાથરી તેમનાં વાડી વિસ્તારમાં જયા જે રહેતા (મજુરી કામ માટે) હતા ત્યાં પહોંચીયા હતા એ મહીલાની તબીયત ખરાબ હોવાથી ડોકટરને બોલાવી સારવાર આપી હતી.

સરકારી તંત્ર દ્વારા માનવતાને પુરીને અને આવા ગરીબ અને અજાણ્યા પર પ્રાંતીય લોકો પ્રત્યે બેદરકારી ભર્યા કામગીરી અંગે લોકોમાં ફીટકાર વરસ્યો છે.

જસદણ સરકારી હોસ્પીટલમાંથી નિયમ મુજબ ડીલવરીના કેસને નોર્મલ ડીલવરી હોયતો ૪૮ કલાક અને સીજેરીયન ડીલવરીમાં ૮ દીવસ સુધી સારવાર આપવાની હોય છે.

જસદણ હોસ્પીટલમાંથી ખિલાટમાં પાંચવડા ગામના અન્ય બેક કેસ ઉતારવાનો હોવાથી સાલાથલી આવવામાં દર્દીને પણ ફજીયાત રજા આપી હોવાના એક જ ફેરામાં બે દર્દીને મુકવા માટેથી તંત્રએ માનવતાં નેવે મૂકયાની ચર્ચા છે.

(11:55 am IST)
  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST