Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વિરપુર નજીક રાઘવ ટ્રાવેલ્સની બસમાં આગ લાગી

વિરપુર (જલારામ) ગામે હાઇવે પર આવેલ પંચવટી હોટલ પાસે આજરોજ સવારે સુરતથી પોરબંદર જતી રાઘવ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી હોવાનું માલુમ પડતા ડ્રાઇવરે તાત્કાલીક બસ ચોરી ફાયર ફાઇટરને જાણ કરતા તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધેલ વિરપુર પીએસઆઇ ભોજાણી બનાવના સ્થળે પહોંચી પરીસ્થિતી સંભાળી લીધેલ જો કે કોઇ જાનહાની કે મુસાફરોને નુકશાન થવ પામેલ ન હતા. ગોંડલના ફાયર બ્રીગેડના ફાઇટર જયેશભાઇ સોજીત્ર, વિરૂભા જાડેજા, સુરેશભાઇ પરમારે આ આગને કાબુમાં લીધી હતી. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ, કેતન ઓઝા-જેતપુર)

(11:54 am IST)