Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

મોરબીના બે કોરિયોગ્રાફરે સુરતમાં યોજાયેલી ડાન્સબેટલમાં મેદાન માર્યું

મોરબી,તા.૯: સુરત ખાતે તાજેતરમાં નેશનલ લેવલની ડાન્સ કોમ્પીટીશન યોજવામાં આવી હતી જે ડાન્સ બેટલમાં મોરબીના બે કોરિયોગ્રાફરે મેદાન મારીને વિજેતા બન્યા છે

સુરત ખાતે નેશનલ લેવલની ડાન્સ લીરીકલ બેટલમાં મોરબીના કોરિયોગ્રાફર દર્શ પંડ્યા અને જયેશ એગલેએ પણ ભાગ લીધો હતો લફ્ઝો કા ટશન નામે આયોજિત ડાન્સ લીરીકલ બેટલમાં મોરબીના દર્શ પંડ્યા અને જયેશ એંગલે જોરદાર પ્રદર્શન કરીને વિજેતા બન્યા હતા

ડાન્સ બેટલમાં મોરબીના કોરિયોગ્રાફર દર્શ પંડ્યાએ બીજો રેન્ક અને જયેશ એંગલે ત્રીજો રેન્ક હાંસલ કર્યો હતો અને નેશનલ લેવલની સ્પર્ધામાં મોરબીના યુવાનોએ વિજેતા બનીને મોરબીનુ નામ રોશન કર્યું છે.

(11:53 am IST)