Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

હળવદના ચરાડવા ગામે ખેડૂત પર હુમલો કેસમાં બે આરોપીને અઢી વર્ષની સજા

હળવદ, તા.૯: અત્રે તાલુકાના ચરાડવા ગામે વર્ષ ૨૦૧૭માં બનેલા મારામારી કેસમાં હળવદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.જેમાં ચરાડવા ગામે ખેતરના રસ્તાની તકરાર મામલે ખેડૂત પર હુમલો કરનારઙ્ગ આરોપી બંનેઙ્ગ સગા ભાઇ ને હળવદ કોર્ટે અઢી વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ખેતીકામ કરતા ઘનશ્યામભાઈ ત્રિભોવનભાઈ સોનાગ્રા ઉ.વ.૩૫ નામના ખેડૂત પર વર્ષ ૨૦૧૭માં ખેતરના રસ્તાની તકરારમાં આરોપીઓ જગદીશભાઈ ગોકળભાઈ ચૌહાણ અને હિતેશભાઈ ગોકળભાઈ ચૌહાણએઙ્ગ પાઈપ-ધોકા થી હુમલો કર્યો હતો.આ બનાવની જે તે સમયે દ્યનશ્યામભાઈએ આરોપી એવા બંને સગા ભાઈ વિરુદ્ઘ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આથી તે સમયે હળવદ પોલીસે આ બનાવની યોગ્ય કાર્યવાહી કરી હતી.દરમિયાન આ મારમારીનો કેસ આજે બી.એમ.રાજની કોર્ટમાં કેસ ચાલી જતાઙ્ગ કોર્ટેઙ્ગ મૌખિક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને આરોપી બંને ભાઈ ને કલમ ૩૨૩, ૩૨૪ અને ૧૧૪ હેઠળ દોષિત ઠેરવીને બન્નેને ૩૦ મહિનાની કેદની સજા અને રૂ.૨૩ હજારનો દંડ ફટકાર્યો હતો.આ કેસમાં સરકારી વકીલ એ.પી.માલવણીયા અને ફરિયાદી પક્ષે વકીલ ડી.એચ.પંડ્યા રોકાયા હતા.

(11:49 am IST)