Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જસદણ અને વિંછીયા તાલુકાના રસ્તાની કાયાપલટ થશેઃ રૂ.ર૮પ૦ લાખ મંજુર

બન્ને તાલુકાના અંદાજે ૮ર કી.મી.ના રસ્તાઓ મંજુર કરાવતા કુંવરજીભાઇ બાવળીયા

રાજકોટ તા. ૮ : જસદણ અને વિંછીયા તાલુકાના રોડ-રસ્તાના કામો માટે રૂા .ર૮પ૦ લાખની રકમ મજુર બને તાલુકાના અંદાજે ૮ર કી.મી. રસ્તાઓની કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મજુર કરાવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે રાજકોટઃ જસદણ અને વિંછીયા તાલુકાના અતિ જર્જરીત થયેલા રોડના નવીનીકરણના કામને માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા જોબ નબરો ફાળવી આગળની તાત્રિક/વહીવટી પ્રક્રિયા માટે જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવી છે.

જસદણ તાલુકાના નોન પ્લાન રસ્તાઓ (૧) રાણીગપર-રણજીતગઢ રોડ, લંબાઇ ર.૦ કી.મી.રૂ.૧૯૦ લાખ (ર) પોલારપર-બાખલવડ-દેવપરા રસ્તા, ૩ કી.મી.રૂ.૧૮૦ લાખ (૩) ચિતલીયા-નાની લાખાવડ રસ્તો, પ.૦૦ કી.મી.રૂ.૧પ૦ લાખ (૪) કાનપર-ઝુડવાળી ખોડીયારથી કરમાળ કોટડા રોડ, પ.૦૦ કી.મી. રૂ. પરપ લાખ મળી કુલ રૂ.૧૦૪પ લાખ નોન પ્લાન રસ્તા કાચી સપાટીથી ડામર સપાટી સુધી કરવા મજુર કરેલ છે.

જસદણ તાલુકાના રીસર્ફેસીંગ કરવાના રસ્તાઓ (૧) વાસાવડ-ઝુડાળા રસ્તો, ૬.૦૦ કી.મી.રૂ.૧૪૦ લાખ (ર) ભાડલા-વેરાવળ-રાણીગપર રોડ, ૬.પ૦ કી.મી., રૂ.૧૬૦ કી.મી.(૩) ભાડલા-વિરપર રોડ, પઉઉ કી.મી., રૂ. ૧૦૦ લાખ (૪) વિરપર-બોઘરાવદર-ગોલીડા રસ્તો, ૭.૦૦ કી.મી.૧૧૦ લાખ (પ) એમ.ડી.આર. ટુ પાટીયાળી વેરાવળ એપ્રોચ, ૪.૦૦ કી.મી. રૂ.૭પ લાખ (૬) રણજીતગઢ-બોઘરાવદર રોડ, ર.પ૦ કી.મી., રૂ.ર.પ૦ (૭) ભડારીયા-ગઢડીયા (જામ) રોડ, ૪.૪૦ કી.મી. રૂ. ૧૦૦.૦૦ લાખ (૮) મોટા દડવા-નવા જશાપર રોડ, ૪.૮૦ કી.મી.રૂ.૧૦૦ લાખ (૯) કડુકા-ધારૈઇ રોડ, ૧.૯૦ કી.મી. રૂ.૩પ લાખ (૧૦) જીવાપર-ગુદાળા (જામ) રોડ, ૩.૭૦ કી.મી.,રૂ. ૬૦ લાખ (૧૧) પાચવડા-ગુદાળા(જામ) રોડ, ૩.૭૦ કી.મી.રૂ.૬૦ લાખ (૧ર) ડોડીયાળા એપ્રોચ રોડ, ર.૭૦ કી.મી.રૂ.૬૦ લાખ (૧૩) ફુલઝર એપ્રોચ રોડ, ર.૦૦ કી.મી. રૂ.૩૦ લાખ (૧૪) વિંછીયા તાલુકાનો મદાવા એપ્રોચ રોડ, ૧.પ૦ કી.મી., રૂ.રપ લાખ મળી પપ.૭૦ કીલોમીટરના રસ્તાઓ માટે કુલ રૂ.૧૧૦પ.૦૦ લાખ રૂપિયા રી-સર્ફેસીંગ તેમજ મજબુતિકરણ માટે મજુર કરેલ છ.ે

આ ઉપરાંત રો વાઇડનીંગ, સ્લેબ ડ્રેઇંગ પ્રોટેકશન તથા ડામરકામ અંગે (૧) થોરીયાળી-રૂપાટી-સનાળી-દેવધરી રોડ અપ ટુ ડીસ્ટ્રીકટ લીમીટ સેકશન થોરીયાળી ટુ પીપરડી, ૮ કી.મી. રસ્તો, રૂ.૩પ૦ લાખ અને (ર) વાસાવડ-ઝુડાળા રસ્તો, ૬ કી.મી. રૂ.૩પ૦ લાખ એમ કુલ ૧૪ કી.મી. રસ્તા મટે રૂ.૭૦૦ લાખ મજુર કરવામાં આવેલ છે.

જસદણ અને વિંછીયા તાલુકાના બીસ્માર રોડ માટે વાહન ચાલકો મૂશ્કેલીઓ ભોગવી રહ્યા હતા, બીસ્માર રસ્તાઓને નવા રૂપ આપવા માટે સતત રજુઆતો થતી હતી જે ધ્યાને અંદાજે ૮ર કી.મી.રસ્તાઓની કાયાપલટ કરવા માટેના કામો કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજુર કરાવ્યા છે. જસદણ અને વિછીયા તાલુકાના સરપંચોે આગેવાનોમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.

(4:08 pm IST)
  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST