Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

વાંકાનેરમાં ફટાકડા ફોડવા મામલે ખૂની હુમલો: યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં દિવાળીની મધ્યરાત્રીએ ત્રણ શખ્સોએ લુખ્ખાગીરી કરી ફટાકડા ફોડી રહેલા યુવાન પાસેથી ફટાકડા ફોડવા માંગતા ના પાડતા ખૂની હુમલો કરી હોન્ડા મોટરસાયકલ અને રોકડ રકમની લૂંટ કરવાની ઘટનામાં સારવાર દરમિયાન કોળી યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વિજયભાઇ હકાભાઇ મેટાડીયા (ઉ.વ.૨૩) ધંધો.મજુરી રે.ભાટીયા સોસાયટી, ભુતનાથ મંદીર પાસે, વાંકાનેર વાળા ઉપર દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા આપવા મુદ્દે વાંકાનેરના ખાટકીપરામાં રહેતા ઇલુ, મીલપ્લોટમાં રહેતા હુશેન તથા કોઠી ગામના સરપંચનો દીકરા એવા મુનાફે છરી વડે ખૂની હુમલો કરી મોટરસાયકલ અને ૫૦૦ રૂપિયા રોકડની લૂંટ કરતા પોલીસે ત્રણેય શખસો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

બીજી તરફ પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડાયેલ વિજયભાઈની તબિયત ગઈકાલે રાત્રે વધુ લથડતા ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા લૂંટ અને ખૂની હુમલાનો મામલો હત્યામાં પરિણમતા મામલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણેય લુખ્ખાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે હત્યામાં સંડોવાયેલ તમામ આરોપીઓ ગુનો કરવાની ટેવવાળા હોય અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ગયેલા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(6:34 pm IST)
  • 23મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ;પહેલીવાર થશે EVMનો ઉપયોગ : મુખ્ય ચૂંટણી આયોગ નૂર-ફૂલ-હૂદાએ ટીવી પર પ્રસારિત સંબોધનમાં કહ્યું કે સમગ્ર બાંગ્લાદેશમાં 11મી સામાન્ય ચૂંટણી 23મી ડિસેમ્બરે થશે :દેશમાં પહેલીવાર મર્યાદિત સ્તર પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે access_time 12:56 am IST

  • આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. અહીં એક મુસાફરોની બસ પલટી ખાવાના પગલે લગભગ 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 મુસાફરોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માતના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કાનપુર ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તિર્વા મૅડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, મુસાફરોછી ભરેલી બસ દિલ્હી થી બિહાર તરફ જઇ રહી હતી. આ દરમિયાન કોતવાલી વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ તેની જાણ પોલીસને કરી હતી. access_time 11:50 am IST

  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે 11 વાગ્યે ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહેશે:વિજય ભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનો લોકાર્પણ કરવાના છે. : મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે : વિજય ભાઈ રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે access_time 9:01 pm IST