Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભાવનગરના ખેડૂતની સિદ્ધિ : ગોમુત્રના ઉપયોગથી કૃષિક્ષેત્રે કરી બમણી કમાણી

શાંતિભાઈએ માત્ર દેશી છાણીયા ખાતર તથા એરંડાનો ખોળ સહિતની દેશી સામગ્રીનો ઉપયોગ કરીને રીંગણી તથા દેશી મરચીનું વાવેતર કર્યું

ભાવનગર: શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ બારૈયાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા તથા ખેતી સાથે સંકળાયેલ શાંતિભાઈ મંગુભાઈ બારૈયાએ  ઇઝરાયલ જેવા દેશો વિશ્વના અનેક દેશોને ઓછા વરસાદની સ્થિતિમાં મહત્તમ કૃષિ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને રસાયણમુક્ત ખેતી કઈ રીતે કરવી તે બાબતની તમામ જાણકારી કૃષિ તજજ્ઞો દ્વારા આપવામાં આવી તેના પરથી પ્રેરણા લઈને શાંતિભાઈએ પોતાની વાડીમાં માત્ર દેશી છાણીયા ખાતર તથા એરંડાનો ખોળ સહિતની દેશી સામગ્રીનો ઉપયોગ કરીને રીંગણી તથા દેશી મરચીનું વાવેતર કર્યું હતું વાવેતર સમય ખૂબ ઓછા માત્રામાં વિલાયતી ખાતર અને અન્ય બાબતોનો ઉપયોગ કર્યો હતો. 

 રીંગણી તથા મરચીનું બિયારણ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું છે. આ બિયારણ ઇઝરાઇલનાં કૃષિ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. આ બિયારણની ખાસ વિશેષતાએ છે કે વાવેતરથી લઈને ફાલ આવતાં સુધીમાં ઓછું પાણી જંતુનાશક દવા તથા છોડ વૃદ્ધિ માટે ખૂબ ઓછી માત્રામાં જરૂર પડે છે. રીંગણ અને મરચાનો છોડ સંપૂર્ણ પણે ઝેર મુક્ત હોય એને લગતા ફાલ પણ ઝેરી તત્વોથી મુક્ત હોય છે. હાલનુ ચોમાસું અને પાણીની તીવ્ર અછત વચ્ચે વર્તમાન આફતને પણ તકમાં પરિવર્તિત કીરને પ્રગતિશીલ ખેડૂત શાંતિભાઈએ કરેલી ખેતીથી અન્ય ખેડૂતો આ ખેતી તરફ આકર્ષિત થયા છે. તેમના જણાવ્યાનુસાર રીંગણીમાં પ્રતિ વીઘા ખર્ચ બાદ કરતા સીઝન દરમ્યાન રૂપિયા 3500 થી લઈને 55000 જેવો નફો સરળતાથી મળી શકે તેમ છે.

(6:19 pm IST)