Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

પોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ, વધી શકે છે મુશ્કેલીઓ

હોટેલ કાવેરીના માલિક લીલા ઓડેદરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

પોરબંદર: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હોટેલ કાવેરીના માલિક લીલા ઓડેદરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. કાંધલ જાડેજા સહિત 10થી વધુ લોકો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

પોરબંદરમાં માથાભારે ગણાતા કાંધલ જાડેજા અનેક વાર વિવાદોમાં આવી ચૂક્યા છે. અને હવે આ વખતે તેના પર ફરિયાદ કરવામાં આવી છે, કે કાંધલે હોટલમાં તોડફોડ કરીને હોટલના માલિકને જામનથી મારી નાખવાની ધમકી આપી છે.

(5:26 pm IST)