Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભાઈબીજે માધવપુરના દરિયામાં સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા

માધવપુર: પોરબંદર જિલ્લાના માધવપુર (ઘેડ) ખાતે ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું અનેરૂં મહત્વ રહેલું છે ત્યારે આ દિવસે હજ્જારો શ્રદ્ધાળુઓ માધવપુરના દરિયામાં સ્નાન કરવા ઉમટયા હતા

  માધવપુર (ઘેડ) ખાતે ભાઈબીજના દિવસે માધવપુરના સમુદ્રમાં સ્નાન કરવાનું મહત્વ રહેલું છે. મથુરામાં જે રીતે લોકોમાં સ્નાન કરવા જાય છે અને સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે માધવપુરના દરિયામાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. માધવપુરનો બીચ સોમનાથ-દ્વારકા નેશનલ હાઈવે પર આવેલો છે. બારેમાસ માધવપુરના બીચ ખાતે પ્રવાસીઓ ઉમટી પડયા હતા માધવપુરમાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા.

  માધવરાયજીનું મંદિર પણ અનેરૂં મહત્વ ધરાવે છે. લોકવાયકા મુજબ માધવપુરના સમુદ્રમાં ભાઈ-બીજના પવિત્ર દિવસે યમુના નદીની પધરામણી થતી હોય છે. માધવપુરનો દરિયો યમુના ઘાટ જેટલું મહત્વ ધરાવે છે. આથી ભાઈ-બીજના પવિત્ર તહેવારને લઈને માધવપુરના દરિયામાં હજ્જારો લોકો સ્નાન કરે છે

(3:34 pm IST)