Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

પોરબંદરમાં અંધશ્રધ્ધાના વિરોધમાં અનોખું સન્માનઃ કમુરતામાં લગ્ન કરનારાને સ્મશાનમાં બિરદાવાયાં

કમુરતામાં લગ્ન ને ઉઠમણાં હોલમાં ફેરા ફરનારા દંપતીનું સ્મશાનમાં સન્માન કરાયું

પોરબંદરમાં અંધશ્રધ્ધાના વિરોધમાં એક અનોખો કાર્યક્રમ થયો હતો  સ્મશાનમાં યોજાયેલા કાર્યક્રમમાં 31 વર્ષ અગાઉ કોઈપણ ચોઘડીયા જોયા વિના કમુરતામાં લગ્ન કરનારા દંપતીને સન્માનિત કરાયા હતા

  વર્ષો અગાઉ સમાજને ચોઘડીયામાંથી બહાર નીકળવાના સંદેશ સાથે લગ્ન કરનારા યુગલનું સન્માન કરીને સંદેશો આપવામાં આવ્યો હતો કે, હજુ પર આ પરિવાર મસ્ત રીતે ખુશીથી સાથે છે ત્યારે હવે ચોઘડીયાની પરંપરામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે.

  પોરબંદરમાં સ્મશાનભુમિ ખાતે કાળીચૌદશની રાત્રે દર વર્ષે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 39 વર્ષ પહેલા કમુરતામાં લગ્ન કરનાર તથા ઉઠમણા હોલમાં ફેરા ફરનાર બે દંપતીના સ્મશાનમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ યુગલએ લોહાણા સમાજમાં આવેલ પ્રાર્થનાસભા હોલ ( ઉઠમણાં ) હોલમાં લગ્ન કર્યા હતાં.

(3:29 pm IST)