Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભાવનગરમાં યુવાનની હત્યાથી અંજપો :વડવામાં કેટલાક શખ્સોએ તોડફોડ કરીને દુકાન સળગાવી

ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ કાફલો દોડ્યો

ભાવનગરના પાનવાડી વિસ્તારમાં ગત મોડીરાત્રે યુવાનની હત્યા થતા ઘેરા પડઘા પડ્યા હતા આજે વડવામાં કેટલાક શખ્સોએ દુકાનમાં તોડફોડ કરીને આગચાપી હતી. બનાવની જાણ થતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

   મળતી માહિતી પ્રમાણે ભાવનગરના પાનવાડી ચોકમાં આવેલા પીલ ગાર્ડનના દરવાજા પાસે ગોપાલ ધર્મેશભાઈ ડાભીની (ઉંમર- 30) તલવાર અને છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જૂની અદાવત કારણભુત તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુ તપાસ માટે એ- ડિવિજન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)