Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના દરેક વિસ્તારમાં બેખૌફ ધમધમે છે સ્પા સેન્ટરો : પોલીસે સાત સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા.

સાત સ્પા સેન્ટરો પર દરોડા કરીને સંચાલકો વિરુદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી

મોરબી :  કોરોના મહામારીને પગલે સ્પા સેન્ટરો બંધ રાખવા જાહેરનામું અમલી હોય છતાં મોરબી પંથકમાં સ્પા સેન્ટરો બેખૌફ ધમધમતા હોય ત્યારે આખરે પોલીસે કાર્યવાહી કરી છે અને એક જ દિવસમાં એક બે નહિ પરંતુ સાત સ્પા સેન્ટરો પર દરોડા કરીને સંચાલકો વિરુદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમોએ વિવિધ સ્થળે દરોડા કર્યા હતા જેમાં મોરબીના સ્કાય મોલ પાસે બીજા માળે બ્લેક કોરા સ્પા સેન્ટરમાં દરોડો કરીને સંચાલક સંજય વલ્લભભાઈ નંદાસરા રહે રવાપર માધવ હિલ્સ વાળાને ઝડપી લીધા છે તે ઉપરાંત શનાળા રોડ પર યશ બેંક ઉપર ચાલતા ક્રાઉન સ્પા સેન્ટરમાં દરોડો કરીને આરોપી કાદર નિયામત સિપાઈને ઝડપી લેવાયો છે તો જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટમાં યુનિક ફેમીલી સ્પા નામની દુકાનમાંથી આરોપી હર્ષદ ભીખારામ દેવમુરારીને પોલીસે ઝડપી લીધો છે.
તે ઉપરાંત શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામાં આવેલ સનરાઈઝ સ્પા નામની દુકાનમાં દરોડો કરીને સંચાલક દીપેન્દ્રકુમાર બ્રીજ મોહન રાવત રહે ઓમકાર રેસીડેન્સી લીલાપર રોડ મોરબી વાળાને ઝડપી લીધો છે કામધેનું પાર્ટી પ્લોટ સામે ગુલમહોર સ્પા નામની દુકાનમાં દરોડો કરીને બલવંત મોતીભાઈ નકુમ રહે વાવડી રોડ વાળાને ઝડપી લેવાયો છે ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં આવેલ સ્પા સ્કાય હોલ્ડ નામની દુકાનમાંથી આરોપી નવીન લલિત સિંગ રહે લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી મોરબી વાળાને ઝડપી લીધો છે તો પંચાસર ચોકડી વાવડી રોડ પરથી બોડી કેર ધ ફેમીલી નામના સ્પામાં દરોડો કરીને સંચાલક અશ્વિનકુમાર કેશવજી સનીયારા રહે પંચાસર રોડ મોરબી વાળાને પોલીસે ઝડપી લીધો છે અને તમામ સ્પા સંચાલકો વિરુધ જાહેરનામાં ભંગ સબબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(9:37 pm IST)