Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના પાનેલી ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મોરબી તાલુકાના પાનેલી ગામનો રહેવાસી યુવાન ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે બનાવ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના પાનેલી ગામના રહેવાસી મેહુલભાઈ દિલીપભાઈ સોલંકી (ઉ.વ.૨૯) નામના યુવાન ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી યુવાનના મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલ ખસેડી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(9:36 pm IST)