Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની ગાડી પાટે ચડાવવા પીઆઇ, પીએસઆઇની આંતરિક બદલીનો ઘાણવો કાઢતા એસ.પી.ઓડેદરા.

હળવદના પીઆઇ દેકાવડીયા લીવ રિઝર્વમાં, એ ડિવિઝન પીઆઇ સોનારાને વાંકાનેરના સીપીઆઈ તરીકે મૂકી દેવાયા

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વકરી છે. ખાસ કરીને દિન દહાડે હત્યા, લૂંટફાટ જેવા બનાવોથી પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉઠ્યા હતા. આથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા પોલીસ વડાએ પીઆઇની આંતરિક બદલીનો ઘાણવો કાઢ્યો છે.જેમાં ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાએ જિલ્લાના પોલીસ માળખામાં ફેરફારો કર્યા છે. જેમાં મોરબી અને હળવદમાં હત્યા, લૂંટ સહિતના બનાવોને ધ્યાને લઇ હળવદના પીઆઇ દેકાવડીયાને લિવ રિઝર્વમાં મુકાયા છે. મોરબી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાને વાંકાનેરના સીપીઆઈ તરીકે મૂકી દેવામાં આવ્યા છે. એસઓજીના પીઆઇ જે.એમ.આલને મોરબી એ ડિવિઝનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હળવદના પીએસઆઇ સોનારાને એસઓજીના પીઆઇ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે મોરબી બી ડિવિઝન પીએસઆઇ એ. એ. જાડેજાને હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને એ ડિવિઝન પીએસઆઇ વી.આર.શુક્લની હળવદ પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવી છે.

(9:26 pm IST)