Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કંડલા પોર્ટમાં અજાણ્યા વાહનની ટક્કરે પરપ્રાંતીય શ્રમિકનું મોત

ભુજ :  કંડલા પોર્ટમાં મજૂરીકામ કરતાં મનજીતસિંગ ગોવિંદસિંગ બનઝારા નામના યુવકનું જેટી નંબર ૧૩ પાસેના રોડ પર અજ્ઞાત વાહને ટક્કર મારતાં માથામાં ગંભીર ઈજાઓથી મૃત્યુ નીપજ્યું છે. એક્સિડેન્ટનો બનાવ ગત રાત્રે ૧૧ કલાકના અરસામાં બન્યો હતો. કંડલા મરીન પોલીસે અજ્ઞાત વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.

(6:42 pm IST)