Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના રોહીદાસપરા ગટરના ભરાતા રોગચાળાની ભીતિ

 મોરબીઃરોહિદાસપરા વિસ્તારમાં ગટરની ગંદકીએ માજા મૂકી છે અને ગટરના પાણી શેરીમાં અને લોકોના દ્યરના આંગણે ભરાયેલા હોવાથી ગંદકીને કારણે રોગચાળાનું જોખમ વધ્યું છે. જો કે, દ્યણા સમયથી દ્યરના આંગણે ગટરની ગંદકી ભરાયેલી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહિદાસપરામાં આંબેડકર સ્કૂલની બાજુમાં ઘણા સમયથી ગટરની ગંદકી ઉભરાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં શેરી અને ઘરના આંગણે ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા છે.જેથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેમજ દ્યર પાસે જ ગટરની ગંદકી હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. જો કે આ મામલે અનેક રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોય ગટરની ગંદકીની સમસ્યા વકરી રહી છે. આથી તંત્ર વહેલાસર આ ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેલવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

(1:22 pm IST)