Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પોરબંદર પાલિકાએ બારોબાર ૬૦ રખડતા ઢોર પકડીને સંતોષ માન્યો : શેરી-ગલીમાં યથાવત સ્થિતિ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૯ : પોરબંદર શહેરમાં રખડતા ઢોરની ફરીયાદો વધતા પાલિકા તંત્ર સજાગ થઇને ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. શહેરની બારોબારના વિસ્તારમાં ૬૦ રખડતા ઢોર પકડીને સંતોષ માન્યો હતો. શેરી ગલીમાં હજુ રખડતા ઢોરનો ત્રાસ ઓછો થયો નથી. માણેક ચોકમાં કાયમી રખડતા ઢોર પડયા રહે છે. પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા પશુ માલિકોને ચેતવણી માટે જાહેરનામા બહાર પાડે છે અને થોડા સમય દંડ સહિત કાર્યવાહી થાય છે પછી રખડતા ઢોરની પુર્વવત સ્થિતી થઇ જાય છે. નગરપાલિકા રખડતા ઢોરની સમયાંતરે કામગીરી ચાલુ રાખે તેવી માંગણી ઉઠી છે.

(1:21 pm IST)