Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સહકારી ક્ષેત્રમાં ગઠબંધન નહિ કરીએઃ સી.આર.પાટીલ

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાજપ પ્રદેશ પ્રમુખઃ વેરાવળમાં ભાજપના નવા કાર્યાલયનું ભુમીપુજનઃ જુનાગઢ સહકારી બેન્ક દ્વારા સન્માન સમારંભ યોજાયો નરેન્દ્રભાઇ પ્રત્યે મતદારોનો ભારે પ્રેમઃ ગામડાઓને તુટતા બચાવવા ખેતી સિવાયના વિકલ્પ તરફ પણ વિચારવું પડશેઃ જુનાગઢ સહકારી બેંક દ્વારા ડિવીડન્ટ આપવાની જાહેરાતને વધાવતા ભાજપ પ્રમુખ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો જુનાગઢ સહકારી બેન્ક દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જવાહરભાઇ ચાવડા સહીતના ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ દિપક કક્કડ-વેરાવળ)

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા., ૯: શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ આવ્યા હતાં. અને દર્શન, પૂજ,ન, અર્ચનનો લાભ લીધો હતો.

સોમનાથ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજે સવારે ૮ કલાકે મંદિરમાં વિશેષ મહાપૂજા, કળશ પૂજન, ધ્વજારોહણ કર્યુ હતું.

ત્યારબાદ સવારે ૯ વાગ્યે સોમનાથના ત્રિવેણી સંગમ ૯ વાગ્યે સોમનાથના ત્રિવેણી સંગમ રોડ પર આવેલ રામ મંદિર ઓડીટોરીયમમાં જુનાગઢ સહકારી બેંક તરફથી તેમના અભિવાદનના યોજાયેલ કાર્યક્રમમાં હાજરી તેમજ સંબોધન કર્યુ હતું.

આ તકે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ભલે પરાજય મળે પરંતુ  અમે કોઇ સાથે ગઠબંધન નહિ કરીએ. કેન્દ્ર સરકાર દ્વારા નવુ મંત્રાલય શરૂ કરાતા સહકારી ક્ષેત્રમાં વધુ વિકાસ થશે અને ભાજપનો ડંકો વાગશે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, તાજેતરની નગર પાલીકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તેથી નરેન્દ્રભાઇ પ્રત્યે મતદારોનો પ્રેમ અતુટ છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, ગામડાઓને તુટતા બચાવવા પડશે. આ માટે ખેતી સિવાય આજીવીકા માટે બીજી તરફ પણ વિચારવું પડશે.

સી.આર.પાટીલે જુનાગઢ જીલ્લા સહકારી બેંકની માણાવદર, કોડીનાર અને અમરેલી શાખાનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ હતુંં. આ તકે જુનાગઢ સહકારી બેંક દ્વારા ૧૦ ટકા ડીવીડન્ડ આપવાની જાહેરાતથી ૮૦ લાખ ગ્રાહકોને ફાયદો થશે તે વાત અંગે ડોલરભાઇ કોટેચાનો સી.આર.પાટીલે આભાર માન્યો હતો.

આ તકે ડોલરભાઇ કોટેચા, પુર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ઝવેરીભાઇ ઠકરાર, કિરીટભાઇ પટેલ, જસાભાઇ બારડ સહીતના ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયે તેઓ વેરાવળ બાયપાસ પાસે આવેલ ભારતીય જનતા પાર્ટીની નવી ઓફીસ નિર્માણ માટેની ભૂમિ ઉપર ભૂમિપૂજન કર્યુ હતું.

(1:18 pm IST)