Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોરોનાનો હાઉ ઘટતા તહેવારોમાં મુસાફરી વધી

ઓખા-વારાણસી અને ઓખા-જયપુર સ્પેશ્યલ ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડાશે

રાજકોટઃ પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવીઝનથી ઉપડતી અને આવતી ટ્રેન નં. ૦૯૦૬૯/૦૯૦૭૦ ઓખા-વારાણસી સ્પેશ્યલ ટ્રેનમાં વધારાનો સ્લીપર કલાસ કોચ ઓખાથી ર૧ ઓકટોબરથી ૧૮ નવેમ્બર સુધી જયારે વારાણસીથી ર૩ ઓકટોબરથી ર૦ નવેમ્બર સુધી જોડવામાં આવશે.

આવી જ રીતે ટ્રેન નં. ૦૯પ૩૭/૦૯૫૩૮ ઓખા-જયપુર સ્પેશ્યલમાં સ્લીપર કલાસ કોચ રપ ઓકટોબરથી રર નવેમ્બર સુધી  જયારે જયપુરથી ર૬ ઓકટોબરથી ર૩ નવેમ્બર સુધી જોડવામાં આવશે તેમ ડીવીઝનલ કોર્મશીયલ મેનેજર અભિનવ જૈફની યાદીમાં જણાવાયું છે. (૪.૧૪)

ઓખા-અર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપમાં વધારો

રાજકોટઃ મુસાફરોની સુવિધા માટે ઓખા-અર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ વચ્ચે ચાલતી સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેન નં. ૦૬૩૩૭/ ટ્રેન નં. ૦૬૩૩૮ ઓખા-અર્નાકુલમ  (દ્વી સાપ્તાહીક) સ્પેશ્યલ ટ્રેન તા.૧૩ નવેમ્બરથી  ૩૧ નવેમ્બર સુધી દરેક સોમવાર અને શનિવારે ઉપડશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૬૩૩૮ અર્નાકુલમ-ઓખા સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન ૧૦ નવેમ્બરથી ર૮ જાન્યુઆરી સુધી દરેક શુક્રવાર અને બુધવારે અર્નાકુલમથી ઓખા આવવા ઉપડશે.

આવી જ રીતે ટ્રેન નં. ૦૬૭૩૪/૦૬૭૩૩ ઓખા-રામેશ્વરમ (સાપ્તાહીક) ટ્રેન હવે ૧૬ નવેમ્બરથી ૧ લી ફેબ્રુઆરી સુધી દરેક મંગળવારે ઓખાથી ઉપડશે. આવી જ રીતે વળતી ટ્રીપ ટ્રેન નં. ૦૬૭૩૩ રામેશ્વરમ-ઓખા ૧ર નવેમ્બરથી ર૮ જાન્યુઆરી સુધી દરેક શુક્રવારે રામેશ્વરમથી ઓખા આવવા ઉપડશે. ઉપરોકત બંન્ને ટ્રેનો ખાસ ભાડા સાથે સંપુર્ણ રીઝવર્ડ ટ્રેન રૂપે દોડશે.

(1:14 pm IST)