Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અમરેલીમાંથી ધો.૧૧ની વિદ્યાર્થીની લાપતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૯ : ચકકરગઢ રોડ .પર ભોજલરામ રેસીડેન્સીમાં રાજેશ ધીરૂભાઇ ટાંકની ૧૬ વર્ષની પુત્રી હેમાંશી કે.કે.પારેખ અને આર.પી. વિદ્યાલય (નુતન સ્કુલ ચિતલ રોડ)માં ધો.૧૧ માં અભ્યાસ કરતી હોય સવારે સવા સાત વાગ્યે સ્કુલે જવા યુનિફોર્મ પહેરી સાયકલ લઇને  નીકળી હતી. બપોરે ૧ વાગ્યા સુધી પરત ન આવતા રાજેશભાઇએ સ્કુલે જઇ તપાસ કરતા તે સ્કુલ છુટી હોય તેણીની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થીનીઓને પુછતા જાણવા મળ્યું હતું કે હેમાંશી સ્કુલ પહોંચી જ નથી જેથી રાજેશભાઇ અને સગા સ્નેહીઓએ જુદા જુદા સ્થળોએ તપાસ કરતા હેમાંશી કે તેની સાયકલ કોઇનો પતો ન મળતા અમરેલી શહેર પોલીસ અને એસપીશ્રીને રજુઆત કરવામાં આવી છે.

ઝાપટુ

અમરેલી શહેર અને જિલ્લામાં બપોરબાદ હવામાનમાં પલટો આવતા અમરેલી શહેરમાં માત્ર વરસાદની ગગડાટી સંભળાયેલ પરંતુ વરસાદ આવ્યો ન હતો. જયારે જિલ્લાનાં ધારીમાં વરસાદનું હળવુ ઝાપટુ પડયુ હતુ. દિવસ દરમિયાન સખત ઉકળાટ અને ગરમી બાદ વરસાદી વાતાવરણ જામ્યુ હતુ.

ધમકી

અમરેલી ડેપોમાં ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અલી હુસેન અખબરઅલી સૈયદ ઉ.વ.પ૬ને નાના માચીયાળા ગામના એસટીના ડ્રાઇવર હિતેષ જે. વરસાણીએ મારી નોકરી કેમ બદલે છે તેવું જણાવી ચાલુ ફરજે માર મારી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે હિતેષભાઇ જાદવ વરસાણી એસ.ટી. ડ્રાઇવર ઉ.વ.૩૮ને કુટુંબીક પરિસ્થિતિમાં નાઇટમાં નોકરી કરવામાં અનુકુળતા ન હોય જેથી એટીઆઇ ડયુટીલીસ્ટ ઇનચાર્જ એ.એ.સૈયદને નાઇટમાં નોકરી નહી લખવી તેવી અવાર નવાર રજુઆત કરતા મનદુઃખ રાખી માર મારી ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જેતપુરમાં કેમીકલવાળુ પાણી જાહેરમાં છોડાતુ હોવાની રાવજેતપુર તા. ૯ :.. શહેરમાં પ્રદુષણનો પ્રશ્ન વર્ષો જુનો છે જે નીવારવા અનેક યોજનાઓ બનાવવામાં આવે છે છતાં તેનો નીકાલ આવતો નથી. અને તેમાં અમુક કારખાનેદારો જાણે પ્રદુષણ ફેલાવવું પોતાનો અધિકાર સમજતી હોય તેમ કોઇ રોકટોક વગર જાહેરમાં પ્રદુષણ ફેલાવે છે. હાલ ધોરાજી રોડ વિસ્તારમાં જાહેરમાં કલર - ઝેરી કેમીકલ વાળુ પાણી છોડતા હોય એ હદ વટાવી ગઇ છે કે લોકોના ઘરમાં નળમાં આવુ કલરવાળુ પાણી આવવા લાગ્યુ છે. જેથી તંત્ર પગલા લે તેવું સામાજીક કાર્યકર મહમદભાઇ દ્વારા અરજી કરાઇ છે. 

(1:13 pm IST)