Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અમરેલીમાં આઇપીએલ ક્રિકેટ ઉપર સટ્ટો રમતા ધરપકડઃ મુદામાલ જપ્ત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૯ :  અમરેલી સ્ટેશન રોડ ઉપર નવનીત હીરો શો રૂમ  બહાર કૌશિક ધનજીભાઇ મકવાણા અને પ્રજ્ઞેશભાઇ નરેશભાઇ ભટ્ટ પોતાના આર્થિક ફાયદા માટે ચેન્નાઇ સુપર કિંગ્સ તેમજ પંજાબ કિગ્સ વચચે આઇપીએલ ક્રિકેટમાં કિંગ્સ એકસચેંજ નામની આઇડીમાં રૂ.પ૦૦ તથા રૂ.૮૦૦ની બેલેન્સ  વડે હારજીતનો સટો રમાડી રોકડ રૂ.ર૬૧૦ તેમજ બે મોબાઇલ અને સાહિત્ય મળી લોકરક્ષક ધરમભાઇ રાઠોડે રૂ.૧૪૬૧૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

કાઢી મુકી

સાવરકુંડલા કેવડાપરામાં રહેતી પુનમબેન મેહુલકુમાર ગેડીયા (ઉ.વ.૩૯)ને પતિ મેહુલ ભીખાભાઇ, સસરા ભીખાલાલ મુળજીભાઇ, સાસુ મંગળાબેન, ભીખાલાલ ગેડીયાએ અવાર નવાર કામકાજ પ્રશ્ને માથાકુટ કરી ઘરેથી કાઢી મુકયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભગાડી

રાજુલામાં રહેતી સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાની માતાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર

અમરેલી જિલ્લામાં પોલીસતંત્ર દ્વારા જુગારીઓ ઉપર કડક કાર્યવાહી થઇ રહી છે અને તેમાય ટોળે વળી બાજી જામે કે તરત જ પોલીસને જાણ થઇ જાય છે અને ગણતરીની કલાકોમાં પોલીસ શકુનીઓને જેલના સળીયા પાછળ ધકેલી દે છે ત્યારે હવે અમરેલી જિલ્લામાં જુગારના શોખીનો વરલી મટકાના જુગાર તરફ વળી રહયા છે અને તેના કારણે છેલ્લા એક અઠવાડીયામાં પોલીસ દ્વારા વરલી મટકાના બે મોટા કેસો થયા પહેલા આંકડા ટેલીફોન ઉપર જાહેર થતાં હતા. હવે મટકાના આંક વેબસાઇટ ઉપર દેખાય છે. મુંબઇના વરલી ઉપરથી જુગારનું નામ વરલી મટકા પડયુ હતુ. અને તેની ઉપર ધર્માત્મા નામની હીટ ફિલ્મ પણ બની હતી.

માર માર્યો

અમરેલી ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેકસમાં  કિરીટભાઇ કાંતિભાઇ મકવાણા ઉ.વ.પ૦ મુતરડી જવાની જાળીએ તાળુ મારેલ હોય. જેની ચાવી મેહુલ ગોસાઇ પાસે રહેતી હોય જેથી ચાવી માંગતા ના પાડી અહિં કોઇએ પેશાબ કરવા જવું નહી તેવું જણાવી ઉશ્કેરાઇ પ્લાસ્ટીકના પાઇપ વડે માર માર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે મેહુલભાઇ કરશનભાઇ ગોસ્વામીએ કિરીટ મકવાણા, સંજય મકવાણાએ માથાકુટ કરી ઢીકાપાટુનો માર માર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

(1:12 pm IST)