Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

દ્વારકા જિલ્લાની પાલિકા ચંુટણીઓમાં ૬૦માંથી એક પણ બેઠક ના જીતનાર 'આપ' પક્ષ ૧૭% મતો લઇ ગયો!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૯: ઓખા તથા ભાણવડ પાલિકાઓમાં પ્રથમ વખત ચુંટણી લડનાર આમ આદમી પાર્ટી ૬૦ બેઠકોમાંથી એક પણ બેઠક ના મેળવીને ખાતું પણ ખોલાવી ના શકયુંની ટીકા વચ્ચે આ પાલિકાની ચૂંટણી કે જેમાં ૭૦૦/૮૦૦ મતોથી પણ વિજેતા થયા છે. તેમાં કુલ મતના ૧૭% મતો આપ મેળવી ગયું છે. તથા કેટલાયે વોર્ડમાં જીતનાર કોંગ્રેસ ભાજપના ઉમેદવાર અને હારનાર આપના ઉમેદવાર વચ્ચે ૧૦ મતોથી ઓછો તફાવત હતો!!

દ્વારકા જીલ્લાના આપના આપના અધ્યક્ષ કે. જે. ગઢવીએ એક મુલાકાતમાં જણાવેલ કે બંને ચુંટણીઓમાં થયેલા મતદાનના ૧૭% મતો એટલે કે ૩૯૭૩૬માંથી ૬૭૫૧ મતો આપને મલ્યા છે તથા મતદારોનો આભાર માની ત્રીજા પરિબળ તરીકે બંને પાલિકાઓમાં સ્થાન આપવા બદલ આભાર માનીને પ્રશ્નો અંગે તત્પરતાની ખાનગી આપી હતી.

આપ પ્રથમ વખતની ચૂંટણીમાં ૯૯% બેઠકો પર પોતાના ઉમેદવાર રાખી શકતુ હતું એકમાં ફોર્મ રીજેકટ થયું હતું અને ૧૭% મતો પણ મેેળવી ગયું!! 

(1:10 pm IST)