Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના રફાળેશ્વર ગામે મહિલાને ધસડીને બાવળની વાળમાં લઇ જઈ લાજ લેવાની કોસિસ કરી.

મોરબી તાલુકા પંથકમાં કુદરતી હાજતેથી પરત આવતી મહિલાને પકડી સાડી વડે મોઢું દબાવતા એક હાથના નખ મોઢાના ભાગે લગાડી તેમજ ગળું દબાવીને એક સખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે
 મળતી માહિતી મુજબ મોરબીના રફાળેસ્વર ગામની બાજુમાં સિરામિક એકમ નજીક આરોપી મુનાભાઈ પલ્લુભાઈ ગીરવાલ (રહે-લુણસર રોડ વાળા )એ સામેથી આવતી મહિલાને પકડી સાડી વડે મોઢું દબાવતા આરોપી મુનાભાઈના હાથના નખ મોઢાના ભાગે લગાડી તેમજ મહિલાનું ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી ધસેડી બાવળની કાંટાની વાળમાં લઇ જઈને લાજ લેવાની કોસીસ કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

(12:50 pm IST)