Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના વિકાસ માટે કાલે શનિવારે રાજ્યમંત્રી મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક.

કલેકટર કચેરી ખાતે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિવિધ વિકાસ કામોની ચર્ચા હાથ ધરાશે

મોરબી : રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે નગરપાલિકા કક્ષાના વિવિધ કામો માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકાના વિવિધ કામો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ, આવાસ સહિતના વિવિધ મુદ્દે બાકી રહેતા કામો, તેમજ પ્રગતિ પરના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે. હાલમાં પ્રગતિમાં રહેલા કામોને તાત્કાલીક પૂર્ણ કરવા તેમજ નવા મંજૂર થયેલા કામોને તાત્કાલીક શરૂ કરવા માટેના આયોજન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નગર પાલિકાના વિવિધ પદાધિકારીઓ તેમજ સંગઠનમાંથી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહીને બેઠકમાં હાજરી આપશે.

(12:39 pm IST)