Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટુ.ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરીજનો અકળાયા : હવામાન વિભાગની વરસવાની આગાહી.

મોરબી :  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદીની આગાહી વચ્ચે ગઈકાલથી શરૂ થયેલી અસહ્ય ગરમી અને બફારો આજે પણ ચાલુ રહ્યા બાદ બપોરે એકાદ વાગ્યે વરસાદી ઝાપટુ વરસતા બફારાથી અકળાયેલા શાહારીજનોએ થોડી રાહત અનુભવી હતી.

વરસાદની વિદાયની ઘડીઓ વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરી છે ત્યારે ગઈકાલથી જ મોસમે મિજાજ બદલતા લોકો કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબી શહેરમાં વરસાદી ઝાપટુ વરસતા લોકોએ ઘડી બે ઘડી ગરમીમાં રાહત મેળવી છે.

(12:38 pm IST)