Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબી ગોપાલ સોસાયટી નજીકથી દેશી દારૂ સાથે એક ઝડપાયો.

સામાકાંઠા વિસ્તારમાં બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરનાર એક શખ્શને પોલીસે ઝડપી લઈને બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરનાર એક શખ્શને પોલીસે ઝડપી લઈને બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સામાકાંઠે ગોપાલ સોસાયટીના નાકા પાસેથી આરોપી બાઈક જીજે ૩૬ ડી ૭૨૩૧ ને રોકી તલાશી લેતા બાઈક સવાર જય કિશોરભાઈ ગોસ્વામી( રહે રામકૃષ્ણનગર મોરબી ૨ વાળા) ને ઝડપી લઈને દેશી દારૂ ૨૫ લીટર મળી આવતા બાઈક અને દારૂ સહીત ૧૫,૫૦૦ નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે તો અન્ય આરોપી યુવરાજસિંહ જગુભા જાડેજા (રહે રામકૃષ્ણનગર મોરબી ૨ વાળા ) નું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે

(12:31 pm IST)