Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

હળવદમાં મેગા સ્વેૈચ્છીક રકતદાન કેમ્પ

 હળવદ :  શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્યમાં સ્વ.વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયા ના સ્મરણાર્થે અને હુતાત્મા કોઠારી બંધુ ની યાદ માં પાટિયાગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દૂ પરિષદ - શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને યુવા ભાજપ હળવદ ના સંયુકત ઉપક્રમે આયોજિત મેગા સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન આવેલ હતું જેમાં હળવદની વિવિધ સામાજિક સંસ્થા તથા સમસ્ત હળવદ, ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી રકતદાતાઓ એ રકતદાન કરી આ રકતદાન કેમ્પ માં ઐતિહાસિક સફળતા અપાવી ૨૭૧ બ્લડ ની બોટલ એકત્રિત થયેલ આ પ્રસંગે હળવદની મોક્ષગાથા કથાના વકતા પ.પૂ સંત ભકિતનંદન સ્વામીજી , પ્રભુચરણ દાસજી , લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી મહારાજ ધારાસભ્ય પરસોત્ત્।મભાઈ સાબરીયા , ધીરૂભા ઝાલા તથા બીપીનભાઈ દવે , શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ નવલભાઈ શુકલ, કેતનભાઈ દવે , વાસુદેવભાઈ સીણોજીયા સહિત પત્રકાર મીત્રો તથા રાજકીય અને સામાજિક આગેવાનો આ કાર્યક્રમ માં ખાસ હાજર રહ્યા હતા રહી કાર્યક્રમને સફળ બનાવેલ આ રકતદાન કેમ્પ માં ૩ કપલ અને ૨૫ બહેનોએ રકતદાન કરેલ બીજા ૩ વ્યકિત કે તેમના જન્મ દિવસે રકતદાન કરેલ હતુ. ૬૩ વર્ષ ના વિભકારભાઈ પરીખ અને નાયબ મામલતદાર ચિંતન આચાર્ય એ પણ રકતદાન કર્યું હતું દરેક રકતદાતાઓ ને એક મોમેન્ટો ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા સર્વે રકતદાતાઓ એ સમૂહ ભોજન પ્રસાદ સાથે ગ્રહણ કર્યો હતો આ કેમ્પ માં એકત્ર થયેલ બ્લડ ની બોટલ સિવિલ હોસ્પીટલ બ્લડ બેંક અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ કાર્યક્રમ માં તાજેતર માં યોજાયેલ આંતર રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર તમામ રમતવીરો નું પાટિયા ગ્રુપ દ્વારા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આ સેવાકાર્ય માં સહયોગી સર્વે નો આયોજકો દ્વારા સહ હૃદય આભાર માનવામાં આવ્યો હતો. સ્વાગત વિધિ કાર્યક્રમ નું સંચાલન રાજુભાઇ દવે એ કર્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ - વિશ્વ હિન્દુ પરિષદ - શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને યુવા ભાજપ ના તમામ સેવાભાવી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી. રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(12:13 pm IST)