Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ભાયાવદર મધ્યે અતિ બિસ્માર રોડ

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર તા.૯ : ભાયાવદરની વચ્ચો વચ્ચેથી આશરે સવા બે કિલોમીટરનો રોડ આર.એન.બી. હસ્તકનો હોય આ રોડમાં છેલ્લા આશરે અઢીથી ત્રણ વર્ષથી મસ મોટા ગાબડાઓ પડી ગયા હોય તે રીપેર કરવા માટે ભાયાવદર શહેરની જનતાએ અનેકવાર આરએનબી વિભાગ જેતપુર તથા ઉપલેટાને લેખીત તથા ટેલીફોનીક રજૂઆત કરેલ છે.

આ રોડની ટાઇચ અને માટીની અંદર મોટા પથ્થર હોવાને લીધે રોડ ઉપર જયારે કોઇ મોટા વાહનો પસાર થાય ત્યારે તેના ટાયરમાંથી તીવ્ર ગતિએ આ પથ્થરાઓ છુટે છે. આજુબાજુના દુકાનદારોને દુકાનોમાં પણ આ પથ્થર ભટકાવવાથી નુકશાન થાય છે. તેમજ ઘણા રાહદારીઓને આ પથ્થર લાગવાથી ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ છે. જુના કારણે આરએનબી વિભાગ દ્વારા આ રોડ માટે ખાડા બુરવા માટે આવેલ ત્યારે તમા મોટા મોટા પથ્થર હોવાને લીધે આજુબાજુના રહીશોએ વિરોધ કરી મરામત કરવા આવેલ ડીપાર્ટમેન્ટને રજૂઆત કરેલ કે આ ખાડાઓમાં ડામર અથવા સિમેન્ટથી પાકા પેચ કરવામાં આવે જેથી આજુબાજુના દુકાનદારો અને રહીશોને કોઇ જ તકલીફ ન પડે.

આ મુખ્ય રોડ પર મસમોટા ખાડાને લીધે રોજબરોજ રાહદારીઓ તથા નાના સાધનો વાળા આ ખાડામાં પડી જવાથી ગંભીર પ્રકારની ઇજાઓ થાય છે. માટે લાગતા વળગતા અધિકારીઓને વિનંતી કરાઇ છે કે આ રોડ પર તાત્કાલીક પાકા પેક કરવામાં આવે નહી તો આવનારી તા.૧૦-૧૦  સુધીમાં જો આ રોડ રીપેર નહી કરાય તો ભાયાવદર શહેરમાંથી પસાર થતો મુખ્ય રોડ વેપારીઓને સાથે રાખી ચકકાજામ કરવાની ગામ લોકોને ફરજ પડશે.

(12:12 pm IST)