Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જામનગર : ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

જામનગર,તા. ૯: અત્રેસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના વધુ એક ડિફોલ્ટર સભાસદને ૧ વર્ષની જેલની સજા તેમજ ચેકની રકમ જેટલો દંડ ફટકારતી કોર્ટ ફટકાર્યો હતો.

જામનગર સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ કલ્પેશભાઈ જેન્તીભાઈ સિદ્ઘપુરાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોનમાં તેઓ રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ કાયદેસરની નોટીસ આપવામાં આવેલ અને ત્યારબાદ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ.આરોપીના ના વકીલએ ફરીયાદી સોસાયટીના અધિકૃત અધિકારીની ઉલટ તપાસ કરેલ  અને આરોપી તરફેની સદર ઉલટ તપાસની તમામ હકીકતો નોંધવામાં આવેલ હતી.

ફરીયાદી પક્ષના લેખિત, પુરાવા,દસ્તાવેજો,સોગંધનામું ,ફરીયાદ અરજીને અનુરૂપ હોય અને આરોપી તરફેની ઉલટતપાસમાં પણ આરોપી તેઓનું કાયદેસરનું લેણું નથી તેવું સાબીત કરી શકેલ ન હોય અને આરોપી પક્ષ દ્વારા ફરીયાદી પક્ષના પુરાવાઓનું ખંડન કરી શકેલ ન હોય તેથી એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.એન પાથર -જામનગરની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૫(૨) અન્વયે ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ અન્વયે તકસીરવાન ઠરાવવામાં આવેલ તેમજ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, કાયદાકીય જોગવાઈઓ તેમજ ફરીયાદી પક્ષના વકીલની દલીલોને ધ્યાનમાં રાખીકોર્ટ દ્વારા આ કામના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ અને ચેકની રકમ જેટલો જ રૂ ૨,૬૫૦૦૦નો દંડ ફટકારવામાં આવેલ. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી.કાલસરીયા, મિતેષભાઈ એલ.પટેલ,ગૌરાંગભાઈ જી.મુંજપરા તથા હરજીવનભાઈ એમ.ધામેલીયા રોકાયા હતા.

(12:10 pm IST)