Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગોંડલના બીલીયાળા પાસે બેકાબુ બસે હડફેટે લેતા ત્રણ મહિલાને ઇજા

મીના, નેહાબેન સહીત ત્રણ મહિલાને હોસ્પીટલે ખસેડાયા

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા., ૯: ગોંડલના બીલીયાળા ગામ પાસે બસના ચાલકે રોડ સાઇડમાં ઉભેલી ત્રણ શ્રમીક મહિલાને હડફેટે લેતા ત્રણેયને સારવાર માટે ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ઉપર બિલિયાળા ગામ પાસે ઘરધાબા હોટેલ નજીક સાંજના સુમારે GJ03 BW 0088 ના બસ ચાલકે બસ ઉપર થી કાબુ ગુમાવતા રોડના કિનારે ઉભેલા મીનાબેન અશોકભાઈ, નેહાબેન રાઠોડ તેમજ અન્ય એક મહિલા ને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઘવાતા ગોંડલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે હાઇવે  પર ટ્રાફિક જામ થવા લાગતા પોલીસ દોડી ગઇ હતી. અકસ્માતના પગલે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને મદદ માટે ફોન જતા એમ્બ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

અકસ્માતના બનાવ અંગે તાલુકા પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું કે તુલસી ટ્રાવેલ્સની બસ હતી ચાલકે  અંધારાના કારણે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી જેમાં બે ત્રણ વ્યકિતને સામાન્ય ઇજા પહોંચી હતી.

(12:08 pm IST)